શું તમારો સ્માર્ટફોન થઇ ગયો છે લોક, આ સ્માર્ટ ટ્રિકથી કરો અનલોક…

ભારતમાં સૌથી વધારે લોકો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. સ્માર્ટફોન આજકાલ આપણી એક જરૂરિયાત બની ગયા છે. તેનો ઉપયોગ આપણ માત્ર કોલિંગ માટે જ કરતાં નથી. સ્માર્ટફોનનો ઉપયોગ બેન્કિંગથી લઇને કેબ બુક કરવા માટે પણ કરવામાં આવે છે.

તે સિવાય સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ માટે પણ એક મહત્વપૂર્ણ સાધન છે. જો એવામાં તમારો સ્માર્ટ ફોન કોઇ કારણોસર લોક થઇ જાય અને અનલોક ન થાય ત્યાં સુધી તમારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમે કોઇપણ એન્ડ્રોઇડ ડિવાઇસનું લોક એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરથી તોડી શકો છો. આ સર્વિસ તમારા ગૂગલ એકાઉન્ટ સાથે લિન્ક હોય છે. જે ગૂગલ અથવા જીમેલ એકાઉન્ટ તમે તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ અથવા પ્લે સ્ટોરમાં કરતાં હોય તે એકાઉન્ટથી આ ડિવાઇસ મેનેજર લિંક હોય છે.

તેને તમારા કમ્પ્યૂટર અથવા પીસીમાં જીમેલ એકાઉન્ટમાં લોગ-ઇન કરી શકો છો. ત્યારબાદ એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરમાં તમારૂં ડિવાઇસને સર્ચ કરી અનલોક કરી શકો છો. આ માટે તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેકશન હોવું જરૂરી છે.

ફેકટરી રિસેટ કરવા તમારે તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગ-ઇન કરવું પડશે. પરંતુ એ વાત ખાસ ધ્યાનમાં રાખજો કે ફેકટરી રિસેટ કરવાથી તમારા ફોનનો બધો ડાટા ડિલીટ (રિમૂવ) થઇ જશે. તેના માટે તમારે તમારા ફોનને સ્વીચ ઓફ કરવાનો રહેશે.

સ્વીચ ઓન કરતાની સાથે તમારે વોલ્યૂમ બટનને અપ, હોમ અને પાવર બટન સાથે પ્રેસ કરવાના રહેશે. ત્યાર બાદ તમારી સ્કીન પર કેટલાક ઓપ્શન જોવા મળે. જેમાં વાઇપ ડાટા અથવા ફેક્ટરી રિસેટનું ઓપ્શન જોવા મળશે જેને સિલેકટ કરી સિસ્ટ રિબૂટ કરી શકો છો.

જો તમે તમારા ફોનની પેટર્ન ભૂલી ગયા છો તો તમારે ફોરગેટ પેટર્ન કરવું પડશે. તેના પર ટેપ કરતાની સાથે જ તમારે જી-મેલ અથવા ગૂગલ એકાઉન્ટની માહિતી સબમીટ કરવી પડશે. આમ કરતાંની સાથે જ તમને એક ઇ-મેલ મળશે જેના પર ક્લિક કરવાથી તમે એક નવી પેટર્ન રાખી શકશો.

You might also like