દાદર ચડતાં હાંફી જાઓ છો? તો ફેફસાંની તપાસ કરાવો

કસરત કરતી વખતે થોડાકમાં થાકી જવાતું હોય, એક-બે માળના દાદરા ચડતાં હાંફી જવાતું હોય, હાઈવે અને અન્ય પ્રદૂષિત જગ્યાએ રહેવાનું હોય અથવા ગુટકા-સ્મોકિંગની અાદત હોય તો ફેફસાંની કાળજી લેવાનું ચૂંકવું ન જોઈએ. વ્યસન ધરાવતી વ્યક્તિઓએ હાંફ અને થાકને બહુ હળવાશથી લેવાં ન જોઈએ અને તરત જ ફેફસાંની ક્ષમતાની તપાસ કરાવી લેવી જોઈએ. હવાનું પ્રદૂષણ અને તમાકુની અાદત COPD (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ)ની શક્યતા વધારે છે. અા રોગ ધીમે ધીમે અાગળ વધે છે અને એક વાર સમસ્યા વકરી જાય એ પછી એનો કોઈ ઈલાજ નથી.

You might also like