ત્રણ તલાક બિલ પર રાહુલ ગાંધીએ તોડયું મૌન, વિરોધનું જણાવ્યું સાચુ કારણ…

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્રણ તલાક મુદ્દે પહેલી વાર પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની પાર્ટી ત્રણ તલાક બિલમાં ‘અપરાધીકરણ’ના મુદ્દાને લઇને સમસ્યા છે. આ વિધેયકને કોર્ટ અને સંસદમાં અવરોધમાં કરવાના સવાલ પર રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું.

રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની પાર્ટી ત્રણ તલાક બિલનો વિરોધ નથી કરી રહી પરંતુ તેમની પાર્ટી દ્વારા આ બિલમાં ‘અપરાધીકરણ’ના મુદ્દે સવાલ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું અમારો મુદ્દો બિલમાં અપરાધીકરણવાળા મુદ્દે જોડાયેલો છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પર ત્રણ તલાક બિલને સંસદમાં રોકવાનો આરોપ લગાવામાં આવ્યો છે. આ બિલને લોકસભામાં 29 ડિસેમ્બર 2017 પસાર કરવામાં આવ્યુ છે, પરંતુ રાજ્યસભામાં હજુ તેને રજૂ કરવાનુ બાકી છે.

ભાજપ આ બિલને 29 જાન્યુઆરીથી શરૂ થઇ થયેલા બજેટ સત્રમાં પસાર કરવા ઇચ્છતી હતી, પરંતુ તમામ વિક્ષેપ વચ્ચે સંસદની કાર્યવાહી 6 એપ્રિલ સુધી સ્થગિત કરવી દેવામાં આવી હતી.

જ્યારે કોંગ્રેસે માગણી કરી છે કે આ બિલને પસંદગી સમિતિ પાસે મોકલવામાં આવે જેના કારણે તેને અન્ય પહેલુઓ પર વિચાર વિમર્શ કરવામાં આવી શકે. પ્રસ્તાવિક વિધાય મુજબ હવે કોઇ પુરૂષ પોતાની પત્નીને એક વખતમાં ત્રણ તલાક આપે છે તો તે અમાન્ય ગણાશે.

You might also like