ફડણવીસે દિલ્હી જઇ સુપ્રત કર્યો અહેવાલ : ફડણવીસનો નિર્ણય હવે શાહને હાથ

નવી દિલ્હી : મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરૂવારે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની મુલાકાત કરી હતી. ફડણવીસે મહારાષ્ટ્રનાં મંત્રી એકનાથ ખડસેનાં વિવાદ મુદ્દે પાર્ટી અધ્યક્ષ પાસે પહોંચ્યા હતા. તેમણે સંપુર્ણ અહેવાલ શાહને સુપ્રત કર્યો હતો. અમિત શાહ સાથે મુલાકાત બાદ ફડણવીસે કહ્યું કે ખડસે અંગે સરકાર તરફથી સંપુર્ણ સ્પષ્ટતા કરી દેવાઇ છે. હવે અંતિમ નિર્ણય પાર્ટી હાઇકમાન્ડ દ્વારા લેવામાં આવશે.

અગાઉ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે વાતચીત અને હવે જમીન ખરીદી ગોટાળામાં ઘેરાયેલા ટેક્સ મંત્રી એકનાથ ખડસેની ખુર્શી ખતરામાં છે. સુત્રો અનુસાર વિવાદ બાદ ભાજપ દ્વારા એકનાથ ખડસે પાસેથી રાજીનામું માંગી લેવાયું છે. જો કે ખડસે દ્વારા રાજીનામાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફડણવીસે શાહ સાથે મુલાકાત કરીને સમગ્ર ઘટનાં ક્રમ અને તેનાં સારા તથા નરસા પાસાઓ અંગે શાહને અવગત કરાવ્યા હતા.

દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે પણ કહ્યું કે ખડસેએ રાજીનામું આપી દેવું જોઇએ. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે તમામ આરોપ ખડસેની વિરુદ્ધ છે માટે તેમણે રાજીનામું આપીદેવું જોઇએ. ભાજપ અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્ર ભાજપ પાસેથી અહેવાલ માંગ્યો હતો. ત્યાર બાદ ફડણવીસે પોતે જ શાહ સાથે મુલાકાત કરીને સમગ્ર અહેવાલ સુપ્રત કર્યો હતો. રિપોર્ટ અનુસાર ખડસેને ફરીથી મંત્રી પદ છોડવા માટે કહેવામાં આવશે. જો તેઓ નહી માને તો તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે.

You might also like