કંઈક હટકે મળે તો મજા આવેઃ જેકલીન ફર્નાન્ડીઝ

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ તેના મેન્ટર સલમાનખાનની જેમ જ ફિટનેસ પ્રત્યે સજાગ રહે છે. સલમાનખાન ખુદ તેને કસરત કરાવે છે. જેકલીન કહે છે કે સલમાન ખૂબ જ વર્કઆઉટ કરે છે. બાકી લોકોને પણ ‌િજમ લઇને જાય છે. હું પહેલાંથી જ ફિટનેસ પ્રત્યે કોન્શિયસ રહી છું, પરંતુ સલમાને મને ઘણી નવી વસ્તુઓ શીખવી છે.

તેઓ ડાયટિંગ કરતા નથી અને ડાયટ ફૂડ પણ ખાતા નથી. માત્ર ઘરનું બનાવેલું જમવાનું પસંદ કરે છે. પોતાનો ડાયટ ચાર્ટ પણ તેઓ જાતે બનાવે છે. તેઓ ઘણો સમય ‌િજમમાં વેઇટ ટ્રેનિંગ અને સાઇકલિંગ કરે છે. તેમણે મને પણ એક્સર્સાઇઝનાં કેટલાંક કોમ્બિનેશન શીખવ્યાં છે.

જેકલીને અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો કરી તેનાથી તે સંતુષ્ટ છે. પોતાની અત્યાર સુધીની ફિલ્મી કારકિર્દી અંગે તે કહે છે કે મારી સફર ખૂબ જ સારી રહી. ફિલ્મ ‘મર્ડર-૨’ બાદ મને અલગ અલગ પ્રકારની ફિલ્મો અને પાત્રો ભજવવાનાં મળ્યાં. ‘કિક’એ મારી કારકિર્દીને ગતિ આપી. ટીવીના ડાન્સ શો ‘ઝલક’એ ડાન્સના ઘણા ફોર્મ્સને સમજાવ્યા.

હું ઇચ્છતી હતી કે આવનારા સમયમાં કંઇક એવું કરું કે ફિલ્મનાં પાત્રોથી દર્શકોને લોભાવતી રહું. મારી ઇચ્છા પડકારજનક પાત્રો કરવાની છે. મારા નિર્દેશકો મને એ જ પાત્ર ઓફર કરે છે, જે મારી પર્સનાલિટી પ્રમાણે મને શૂટ થાય છે, પરંતુ આગળ ફિલ્મોમાં તેનાથી અલગ હટકે પાત્ર મળી જાય તો મજા આવે. •

You might also like