હાટકેશ્વરમાં તલવારના ઘા ઝીંકી કરિયાણાના વેપારીની હત્યા

અમદાવાદ: અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં તલવારના ધા ઝીંકીએ એક વ્યકિતની જાહેરમાં હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. બાઇક ઉપર સ્ટંટ નહીં કરવા મુદ્દે યુવકોને ઠપકો આપતાં મામલો બિચક્યો હતો. હાટકેશ્વરના સંકેતનગરમાં થયેલા ઝઘડો શાંત કરવા વચ્ચે પડેલા કરિયાણાના વેપારીને ઉશ્કેરાયેલા યુવકોએ તલવારના ધા માર્યા હતા. અમરાઇવાડી પોલીસ ચાર યુવકો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર હાટકેશ્વર વિસ્તારમાં નગરમાં શેલવા સુબ્રમણિયમ મદ્રાસીની કરિયાણાની દુકાન આવેલી છે. હાટકેશ્વરમાં આવેલ નહેરુનગરનાં છાપરાંમાં રહેતા અજય મકવાણા તેનો ભાઇ રોહિત મકવાણા રોજેરોજ શેલવાની દુકાન પાસેથી પુરઝડપે બાઇક લઇને સ્ટંટ કરતા હતા. જેથી કરીને ગઇ કાલે સવારે 11 વાગ્યાના સુમારે સંકેતનગરમાં રહેતા મૂકેશ પરમાર અને ચકા નામની વ્યકિતઓએ અજય અને રોહિતને બાઇક ધીમે ચલાવવા અને સ્ટંટ નહીં કરવા મુદ્દે ઠપકો આપ્યો હતો. અજય અને રોહિત મિત્ર સંજય નાડિયા તથા નીતિન નાડિયા સાથે મળીને
ગઇ કાલે સાંજે 4 વાગે તલવાર લઇને અાવ્યા હતા. ચકા અને મૂકેશ સાથે ચારેય યુવકોએ બબાલ શરૂ કરી દેતાં મામલો બિચક્યો હતો. ઝઘડો શાંત કરવા માટે કરિયાણાની દુકાન ચલાવતા શેલવા મદ્રાસી વચ્ચે પડ્યો હતો. યુવાનોઅે તલવારનો ઘા શેલવા મદ્રાસીના છાતીના ભાગ ઉપર મારી ફરાર થઈ ગયા હતા.
શેલવા મદ્રાસીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ વાયુવેગે વિસ્તારમાં પ્રસરતાં મામલો વધુ ગરમાયો હતો. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અમરાઇવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને અજય, રોહિત, સંજય અને નીતિન વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. અમરાઇવાડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.ગામિતે જણાવ્યું છે કે બે આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે ત્યારે બે આરોપીઓ હજુ સુધી ફરાર છે.

ગઇ કાલે સાંજે 4 વાગે તલવાર લઇને અાવ્યા હતા. ચકા અને મૂકેશ સાથે ચારેય યુવકોએ બબાલ શરૂ કરી દેતાં મામલો બિચક્યો હતો. ઝઘડો શાંત કરવા માટે કરિયાણાની દુકાન ચલાવતા શેલવા મદ્રાસી વચ્ચે પડ્યો હતો. યુવાનોઅે તલવારનો ઘા શેલવા મદ્રાસીના છાતીના ભાગ ઉપર મારી ફરાર થઈ ગયા હતા.
શેલવા મદ્રાસીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ વાયુવેગે વિસ્તારમાં પ્રસરતાં મામલો વધુ ગરમાયો હતો. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અમરાઇવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને અજય, રોહિત, સંજય અને નીતિન વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. અમરાઇવાડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.ગામિતે જણાવ્યું છે કે બે યુવાનોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે ત્યારે બે આરોપીઓ હજુ સુધી ફરાર છે.

You might also like