નિલેશના મોબાઈલમાં ૧૦ ભડકાઉ ભાષણઃ સરકાર

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના અગ્રણી અને પાટીદાર યુવા નેતા નિલેશ એરવાડિયાની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારે જવાબ રજૂ કરીને નિલેશે વીડિયો ફેલાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. હાઈકોર્ટ દ્વારા આ મામલે વધુ સુનાવણી આગામી તા ૧૧ ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે.

રાજ્યમાં પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે ચાલેલા અનામત આંદોલન દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા નિલેશ એરવાડિયા સામે રાજદ્રોહના ગુનાની ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે નિલેશ દ્વારા હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે નિલેશ સામે રાજદ્રોહનો ખોટો કેસ દાખલ કરાયો છે, નિલેશ દ્વારા નોર્મલ વીડિયો આપવામાં આવ્યા હતા.

જેની સામે સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જવાબમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે નિલેશના મોબાઈલમાંથી રર વીડિયો ક્લિપ્સ મળી હતી તેમાંથી ૧૦ વીડિયો ક્લિપ્સ ભડકાઉ ભાષણના છે તેવો દાવો કરાયો છે. આ મામલે હાઈકોર્ટ દ્વારા વધુ સુનાવણી આગામી તા.૧૧ ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે.

You might also like