અફવાઓની આદત પડી ગઈ છેઃ એમી

[:en]Starting career with flop movie like 2012 “Ek Dewana Tha” Amy Jackson, people know more as Pratik Babbar’s girlfried, where some recognize as British beauty queen also. She has worked in South Indian movies before entering in Bollywood, her recent movie is with Akshay Kumar “ Sing is Bling”. My debut movie in Bollywood is “Ek Dewana Tha” in 2012, but before that I have worked with Chiranjivi’s son Ramacharan Teja in Telugu movie , after that worked with Vikram in Tamil movie when I got the offer of ‘Ek Dewana Tha”, I could not give good performance because I had not sufficient information about the movie, said Amy Jackson.

Amy’s career could not proceed in proper direction because the competition has increased in Bollywood. “where is not competition? You may go anywhere you have to face it. I loved Mumbai and Bollywood and I want to be a part of this by living here. I have got healthy atmosphere in Bollywood and may be that is the reason that even today I am here. I will be here. I have come to know that if you want to survive in glamour world than you have to face different rumors. Now I got used to it”, said Amy Jackson

 [:de]૨૦૧૨માં ‘એક દીવાના થા’ જેવી ફ્લોપ ફિલ્મથી કરિયર શરૂ કરનાર એમી જેક્સનને લોકો પ્રતીક બબ્બરની ગર્લફ્રેન્ડ તરીકે વધુ જાણે છે તો કેટલાક તેને બ્રિટિશ બ્યુટી ક્વીન તરીકે પણ ઓળખે છે. બોલિવૂડમાં પ્રવેશ્યા પહેલાં સાઉથ ઇન્ડિયન સિનેમાથી કરિયર શરૂ કરનાર આ સુંદર અભિનેત્રીએ તાજેતરમાં અક્ષયકુમાર સાથે ‘સિંઘ ઇઝ બ્લિંગ’ પણ કરી. તે કહે છે, ”બોલિવૂડમાં મારી એન્ટ્રી ૨૦૧૨માં આવેલી ‘એક દીવાના થા’ ફિલ્મથી થઈ હતી, પરંતુ આ પહેલાં મેં ચિરંજીવીના પુત્ર રામચરણ તેજા સાથે એક તેલુગુ ફિલ્મ કરી. ત્યાર બાદ વિક્રમની સાથે એક તામિલ ફિલ્મ કરી ત્યારે મને ‘એક દીવાના થા’ની ઓફર મળી. મારી પાસે ફિલ્મની વધુ વિગતો નહોતી. તેથી હું તેમાં સારું પર્ફોર્મન્સ ન આપી શકી.”

ત્રણ વર્ષ બાદ પણ એમીની કરિયર યોગ્ય દિશામાં આગળ વધી શકી નથી, કેમ કે બોલિવૂડમાં હરીફાઈ વધી ગઈ છે. એમી કહે છે, ”આજે કોમ્પિટિશન ક્યાં નથી? તમે કોઈ પણ જગ્યાએ જાવ, તમારે આ વસ્તુનો સામનો તો કરવો જ પડશે. મને મુંબઈ અને બોલિવૂડ ખૂબ સારાં લાગ્યાં અને હું અહીં રહીને હરીફાઈનો ભાગ બનવા ઇચ્છું છું. મને બોલિવૂડમાં ખૂબ જ સારો માહોલ મળ્યો છે અને એ જ કારણ છે કે હું આજે પણ અહીં છું. આગળ પણ અહીં જ રહીશ. હું હવે સમજી ચૂકી છું કે જો તમે ગ્લેમર વર્લ્ડમાં હો તો તમારે જાતજાતની અફવાઓનો સામનો કરવો પડે છે. હવે મને તેની આદત પડી ગઈ છે.”

 [:]

You might also like