હરિયાણાની પ્રખ્યાત સિંગરની કરાઇ હત્યા, બહેન લતાએ કર્યો ખુલાસો

હરિયાણાની સિંગર અને ડાંસર હર્ષિતા દહિયાની હત્યા મામલે એની બહેન લતાએ ગંભીર આરોપો લગાવ્યા છે. લતાનું એમ કહેવું છે કે હર્ષિતાની હત્યા જીજાજી દિનેશે કરી છે. દિનેશ એ લતાનો પતિ છે અને હર્ષિતા પરનાં રેપ કેસમાં કેટલાંય દિવસોથી જેલમાં બંધ છે. દિનેશ પર હર્ષિતાની માની હત્યાનો પણ ગંભીર આરોપ છે. એને લતાને પણ ધમકી આપી હતી.

પાનીપત પોલીસનાં ડીએસપી દેસરાજે જણાવ્યું કે હર્ષિતા દહિયાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે. એનાં પરિવારજનો સાથે સંપર્ક કરીને સૂચના આપી દેવામાં આવી છે. હુમલાખોરો કાળા રંગની ફોર્ડ કારમાં આવ્યા હતાં. આ ઘટના પહેલાં તેઓ ચમરાડા ગામમાં પણ જોવાં મળ્યા હતાં. જ્યારે હર્ષિતા ત્યાંથી ચાલી ગઇ તો હુમલાખોરોએ એમનો પીછો કરવાનું શરૂ કરી દીધું.

હર્ષિતા કુરુક્ષેત્રનાં સાંસદ રાજકુમાર સૈનીની પ્રસ્તાવિત રેલીનાં વિરોધમાં યોજાયેલ એક બેઠકમાંથી પરત ફરી રહી હતી. તે પોતાની કાર દ્વારા સોનીપત પરત ફરી રહી હતી. પાનીપતની પાસે ઇસરાનામાં એક કારે તેનો ઓવરટેક કર્યો હતો. આ કારમાં સવાર ત્રણ લોકોએ હર્ષિતાને કારમાંથી નીચે ઉતારીને તેને ગોળી મારી દીધી. પછી તે ત્રણેય લોકોએ ત્યાંથી ભાગી ખેતરમાં છુપાઇ ગયા હતાં.

You might also like