હરિયાણા: ભાખડા નહેરમાંથી સફાઇ દરમિયાન મળ્યાં 12 મૃતદેહ

હરિયાણાના નરવાનામાં ભાખડા નહેરમાંથી એકસાથે 12 મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો હતો. ભાખડા મેઇન લાઇનની નરવાના કેનાલને સફાઇ માટે બંધ કરવામાં આવી હતી. સફાઇ દરમિયાન એક પછી એક એમ 12 મૃતદેહ મળતાં હડકંપ મચી ગયો હતો. પોલીસને નહેરમાંથી હજી પણ મૃતદેહ મળે તેવી આશંકા કરી હતી. મળતી પ્રાપ્ત જાણકારી મુજબ શનિવારના રોજ નરવાનામાં ભાખડા નહેરને બંધ કરી તેની સફાઇ કરવામાં આવી રહી હતી.

સફાઇ દરમિયાન નહેરમાં બહુ જ ગંદી રીતે સડી ગયેલા મૃતદેહો મળતા કોહરામ મચી ગયો હતો. નહેર માટે કામ કરી રહેલા મરજીવાની એક ટીમે આ મૃતદેહ નીકાળ્યાં હતા. મરજીવાની ટીમના એક સભ્યના કહ્યા અનુસાર આ મૃતદેહો એકથી દસ મહિના જુના હોવાનું લાગી રહ્યું છે. આ અંગેની ખબર જેમ વાયુવેગે આસપાસના વિસ્તારોમાં પહોંચી તો લાપતા લોકોના સંબંધીઓ ઓળખ માટે આ જગ્યાએ પહોંચવા લાગ્યા હતા. જેમાંથી એક મૃતદેહની ઓળખ પણ થઇ હતી.
http://sambhaavnews.com/

You might also like