બીજ ખરીદી ગોટાળામાં IAS ખેમકા વિરુદ્ધ ચાર્જશીટ

ચંડીગઢ : હરિયાણાની કોંગ્રેસ સરકારનાં કાર્યકાળ દરમિયાન ભાજપનાં પ્રિય અધિકારીઓ પૈકીનાં એક અશોક ખેમકાની વિરુદ્ધ આકરો નિર્ણય લેતા સરકારે આજે તેને ઘઉનાં બીજની ખરીદીમાં ગોટાળા માટેની ચાર્જશીટ કરી દીધી. અશોક ખેમકા હરિરયાણાનાં સૌથી ચર્ચિત અધિકારીઓ પૈકીનાં એક છે. હરિયાણાની ભાજપ સરકારની અધિકારશાહીની વિરુદ્ધ આ સૌથી પહેલો અને મહત્વનો નિર્ણય છે. જે મુદ્દે રાજનીતી પણ ચાલુ થઇ ગઇ છે.

1991ની બેચનાં આઇએએસ અધિકારી અશોક ખેમકા હરિયાણાની પુર્વ હુડ્ડા સરકારનાં કાર્યકાળ દરમિયાન 2012-13માં બીજ વિકાસ નિગમનાં એમ.ડી પદ પર હતા. તે સમયે બીજ વિકાસ નિગમનાં માધ્યમથી ખેડૂતોને આપવાનાં બીજ ખરીદવામાં આવતા હતા. સુત્રો અનુસાર અશોક ખેમકાએ બીજ વિતરણની કામની યોગ્ય સંભાળ ન લીધી અને લગભગ 87000 ક્વિન્ટલ ઘઉંનાં બીજની વહેંચણી જ ન કરાઇ. જેનાં કારણે હરિયાણા સરકારને લગભગ 22 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો. જો કે સરકાર પોતાનાં સ્રત પર ખેમકા પાસેથી જવાબ માંગી ચુકી છે. પરંતુ સીએજી રિપોર્ટમાં પણ આ અંગે ગંભીર ટીપ્પણીઓ કરી હતી. જેનાં આધારે સરકારે અશોક ખેમકાની વિરુદ્ધ ચાર્જશીટ કરી દીધી હતી.

અશોક ખેમકાને પુર્વ કોંગ્રેસ સરકારનાં કાર્યકાળ દરમિયાન પણ વાડ્રા ડીએલએફ લેંડ ડિલ મુદ્દે ચાર્જશીટ દાખલ કરી હતી. સત્તા પરિવર્તન બાદ ભજપ સરકારે કેટલાય પ્રકારની અભુતપુર્વ ઘટનાઓ વચ્ચે 4 નવેમ્બર 2015 હુડ્ડા સરકાર દ્વારા કરાયેલી ચાર્જશીટ પાછી ખેંચી લીધી હતી. એટલું જ નહી મગ દાળની ખરીદીનાં મુદ્દે પણ ખેમકાનો આરોપ મુક્ત કર્યા હતા.

You might also like