Categories: India

રામ રહીમના ડેરા પરથી મળી AK-47અને વિસ્ફોટક સામગ્રી..

સીબીઆઇ કોર્ટ તરફથી સાધ્વી સાથે રેપ મામલામાં દોષિત ગણવામાં આવેલા ડેરા સચ્ચા મુખ્ય રામ રહીમના કાળા કારનામાઓના એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યાં છે. ચુકાદા પછી શુક્રવારે તેમના સમર્થકો દ્વારા હરિયાણા-પંજાબ સહિત કેટલાંક દેશના હિસ્સાઓમાં હિંસક પ્રદર્શનો કર્યા હતા. મોટા પાયે સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડાવામાં આવ્યું અને આ હિંસામાં 32ના મોત પણ થયા હતા.

આ વચ્ચે વહીવટીવ કાર્યવાહીમાં ડેરા સમર્થકોની પાસે મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં AK 47 રાઈફલ જેવા ખતરનાક હથિયારોનો પણ સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર રામ રહીમના તમામ આશ્રમોમાં ઘાતક હથિયાર મળ્યાં છે. બાબા આશ્રમોમાં પોતાની એક અલગ સેના રાખતા હતા. જો કે બાબા આવી હરકતોને લઈને આજથી સાત વર્ષ પહેલાં જ ભારતીય સેનાએ ધ્યાન દોર્યુ હતું. ઉલ્લેખનીય છે કે AK 47 જેવા હથિયાર સિવિલયનને રાખવાની પરવાનગી હોતી નથી.

વિસ્ફોટકો પણ મળ્યાં

ડીજીપી હરિયાણાએ શનિવારે જણાવ્યું કે ડેરા સમર્થકોની પાસે કેટલાંય પ્રકારના ખતરનાક હથિયાર મળી આવ્યા છે. જેમાં AK 47 ઉપરાંત કારતૂસ, પેટ્રોલ બોમ્બ પણ સમાવેશ થાય છે. કર્નાલમાં એક ડેરા પર કાર્યવાઇ દરમિયાન મોટા પ્રમાણમાં વિસ્ફોટકો પણ મળી આવ્યાં છે. આશરે સાત વર્ષ પહેલાં રામ રહીમની ગતિવિધિઓને લઈને સેનાએ હથિયારોની ટ્રેનિંગથી જોડાએલી એડવાઈઝરી પણ બહાર પાડી હતી. ત્યારે હરિયાણા સરકાર દ્વારા તેના પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

સેનાની એડવાઈઝરીમાં શુ હતું ?

સેનાએ આ એડવાઈઝરી ડિસેમ્બર 2000માં બહાર પાડી હતી. ડેરા પર હથિયારોની ટ્રેનિંગનો આરોપ લગાવ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે ત્યારે આ મામલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટ દ્વાર એક નોટિસ જાહેર કરીને હરિયાણા સરકાર પાસેથી ગેરકાયદે હથિયારો અને ટ્રેનિંગના મામલે સંપૂર્ણ જાણકારી માંગવામાં આવી હતી. જો કે સરકારે આ સંપૂર્ણ મામલે ડેરાને ક્લિન ચિટ આપીને પોતાની રિપોર્ટ સોંપી દીધી હતી.

Navin Sharma

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

15 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

15 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

16 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

16 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

16 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

16 hours ago