હનીપ્રીતની ધરપકડ મામલે પંજાબ પોલીસની ભૂમિકા શંકાસ્પદ, દાળમાં કંઇક કાળુંઃ મનોહરલાલ ખટ્ટર

હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે હનીપ્રીતની ધરપકડને લઇ પંજાબ પોલીસને ટાર્ગેટ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હનીપ્રીત મામલે પંજાબ પોલીસની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે. ત્યાં બીજી બાજુ કોંગ્રેસે પણ ખટ્ટર સરકારને પોતાની જાતને જોવા માટે કહ્યું હતું. સીએમ ખટ્ટરે કહ્યું કે પંજાબ પોલીસનાં માધ્યમથી ઘણું બધું થયું છે. મુખ્યમંત્રીનું કહેવું છે કે પંજાબ પોલીસને સૂચના આપવી જોઇએ તેમ હતી. પરંતુ એવું ક્યાંય નથી થયું. માટે જ એવું લાગે છે કે દાળમાં કંઇક કાળું છે.

હનીપ્રીત મામલે સીએમ મનોહરલાલ ખટ્ટરે પંજાબ પોલીસ પર શંકા કરતા કહ્યું છે કે જ્યારે હનીપ્રીત ગાયબ હતી, ત્યારે પંજાબ પોલીસને હનીપ્રીતની ચોક્કસથી જાણ હતી. પંજાબ પોલીસ પાસે અનેક ગાડીઓ પણ હતી. ખટ્ટરે સ્પષ્ટપણે કહી દીધું છે કે હવે હનીપ્રીતનાં મામલે બે રાજ્યોમાં રાજનીતિ શરૂ થઇ ગઇ છે.

પરંતુ સીએમ મનોહરલાલ ખટ્ટરનાં નિવેદન પર વળતા પ્રહાર કરતાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા આરપીએન સિંહે કહ્યું કે સૌથી પહેલાં તમે તમારી જાતને ઓળખો. હનીપ્રીતનાં આ સમગ્ર મામલે ખટ્ટર સરકારની ભૂમિકા શું હતી એ દરેકને ખબર છે. ખુદ જાતે કશું જ બરાબર કરતા નથી અને કોંગ્રેસ પર સવાલો ઊભા કરો છો.

You might also like