Categories: India

હવે દોઢ કરોડની લેન્ડ ક્રૂઝરમાં ફરશે હરિયાણાના મુખ્યપ્રધાન ખટ્ટર

ચંડીગઢ: હંમેશાં સાદગીની વાતો કરનારા હરિયાણાના મુખ્યપ્રધાનના કાફલામાં સામેલ કરાયેલી બે નવી લેન્ડ ક્રૂઝર કારે હરિયાણાના રાજકારણમાં ગરમી લાવી દીધી છે. મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર માટે ખરીદાયેલી અા બે કાર હરિયાણામાં મુખ્યપ્રધાનો માટે અાજ સુધી ખરીદાયેલી કારોમાંથી સૌથી મોંઘી છે. લગભગ દોઢ-દોઢ કરોડ કિંમતની બે કાર ખરીદાઈ છે. એક કાર સીએમના કાફલામાં ચંડીગઢ રહેશે અને બીજી દિલ્હીમાં સીએમ કાફલામાં રહેશે.

અા પહેલા કોંગ્રેસના શાસનમાં મુખ્યપ્રધાન રહી ચૂકેલા ભૂપેન્દ્રસિંહ હૂડાઅે મર્સિડિઝ કાર ખરીદી હતી. હવે વિપક્ષનું કહેવું છે કે સીધા સાદા અને સામાન્ય વ્યક્તિ હોવાનો દેખાડો કરનાર હરિયાણાના મુખ્ય પ્રધાન અને સંઘ પ્રચારક રહી ચૂકેલા મનોહરલાલ ખટ્ટર હવે દોઢ કરોડની લક્ઝરી ગાડીમાં ફરશે.

મુખ્ય પ્રધાનની જૂની ગાડીને રિપ્લેસ કરીને તેમણે નવી ગાડી અાપવામાં અાવી તો મનોહરલાલ ખટ્ટરને અનેક સવાલોનો સામનો કરવો પડ્યો છે. ખટ્ટરે અા સવાલને વ્યવસ્થાનો ભાગ કહીને વાત ટાળી દીધી છે. સીએમઅે કહ્યું કે તેમની જૂની ગાડીઅો ત્રણ લાખ કિલોમીટરથી વધુ ચાલી ચૂકી હતી. તેને જોતાં તેમની ગાડી બદલી નાંખવામાં અાવી છે.

divyesh

Recent Posts

દેશદ્રોહના કેસમાં જેએનયુના કનૈયાકુમાર, ઉમર સહિત નવ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ૯ ફેબ્રુઆરી, ર૦૧૬ના રોજ લગાવવામાં આવેલા દેશવિરોધી સૂત્રોચ્ચાર અને નારાબાજીના કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ…

18 hours ago

મહાનિર્વાણી-અટલ અખાડાના શાહીસ્નાન સાથે બ્રાહ્મમુહૂર્તમાં કુંભમેળાનો ભવ્ય પ્રારંભ

પ્રયાગરાજ: તીર્થરાજ પ્રયાગમાં ૪૯ દિવસ માટે ચાલનારા કુંભમેળાનો આજે સવારે બ્રાહ્મમુહૂર્તમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગંગા નદીના સંગમતટ પર શ્રી…

18 hours ago

કર્ણાટક ભાજપના ધારાસભ્યોના ગુરગ્રામમાં ધામા, કોંગ્રેસ-જેડીયુના ૧૩ MLA ગાયબ

બેંગલુરુ: વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના બાદ કર્ણાટકમાં ફરી એક વખત સત્તાનું નાટક શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ…

18 hours ago

દુબઈના શાસકની ગુમ પુત્રીને સોંપવાના બદલામાં ભારતને મળ્યો મિશેલઃ રિપોર્ટ

લંડન: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના આરોપી ક્રિિશ્ચયન મિશેલના પ્રત્યર્પણની અવેજીમાં ભારતે સંયુક્ત આરબ અમિરાતના શાસકને તેમની ગુમ થયેલી પુત્રી સોંપવી…

18 hours ago

ખોટા રન-વેના કારણે ઈરાનમાં સેનાનું કાર્ગો પ્લેન ક્રેશ થયુંઃ 15નાં મોત

તહેરાન: ઈરાનની રાજધાની તહેરાન પાસે સેનાનું એક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં લગભગ ૧૦ લોકો સવાર હતા.…

18 hours ago

કમુરતાં પૂરાંઃ આજથી હવે લગ્નની સિઝન પુરબહારમાં

અમદાવાદ: હિંદુ સમુદાયમાં લગ્ન સહિતનાં શુભ કાર્ય માટે વર્જિત ગણવામાં આવતાં કમુરતાં ગઇ કાલે ૧૪ જાન્યુઆરીએ હવે પૂરાં થયાં છે.…

19 hours ago