હરિયાણામાં બસપાને ફટકોઃ અરવિંદ શર્માએ પક્ષ છોડ્યો

ચંડીગઢ: હરિયાણામાં બસપાના મુખ્યપ્રધાન પદના જાહેર થઈ ચૂકેલા ઉમેદવાર અને પૂર્વ સાંસદ ડો. અરવિંદ શર્માએ બસપામાંથી છેડો ફાડી નાખ્યો છે. અરવિંદ શર્માએ છેડો ફાડી નાખતાં હરિયાણામાં બસપાને મોટો ફટકો પડ્યો છે. અરવિંદ શર્માનું આગામી રાજકીય પગલું શું હશે તે હજુ સુધી તેમણે જાહેર કર્યું નથી. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતાના સમર્થકો સાથે બેસીને ભાવિ રણનીતિ તૈયાર કરશે.

ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા અરવિંદ શર્માએ હવે બસપા સાથે છેડો ફાડી નાખ્યો છે. અરવિંદ શર્માએ ૧૯૯૬માં અપક્ષ ઉમેદવાર તરીકે સોનીપત સંસદીય વિસ્તારમાં લોકસભા ચૂંટણી જીતીને પોતાની રાજકીય પક્કડનો નિર્દેશ આપ્યો હતો. અરવિંદ શર્મા ૨૦૦૪ અને ૨૦૦૯માં કર્નાલ સંસદીય બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પણ શર્માએ કરનાલમાંથી લડી હતી, પરંતુ ભાજપના અશ્વિની ચોપરા સામે પરાજિત થયાં હતાં.

હરિયાણામાં દલિત અને બ્રાહ્મણોના ગઠબંધનની રાજનીતિ માટે નવી ફોર્મ્યુલા ચલાવવા અરવિંદ શર્મા બસપામાં જોડાયા હતા.

You might also like