રાહુલનાં ભાષણ બાદ હરસિમરત કૌરે કર્યો સવાલ,”આજે કયો નશો કરીને આવ્યાં છો?”

ન્યૂ દિલ્હીઃ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં ખડખડાટ હસી પડે તેવાં નિવેદન પર કેન્દ્રીય મંત્રી અને શિરોમણિ અકાલી દળની નેતા હરસિમરત કૌર બાદલ ભડકી ઉઠી.

સંસદ પપ્પી, ઝપ્પી એરિયા નથીઃ
મીડિયા સાથે વાતચીત કરતા હરસિમરતે કહ્યું કે, સંસદ પપ્પી, ઝપ્પી એરિયા નથી. તેઓએ વધુમાં કહ્યું કે, મેં ભાષણ પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધીને પૂછ્યું કે આજે કયો નશો કરીને આવ્યાં છો. આ સાથે જ હરસિમરતે કહ્યું કે રાહુલ ગાંધીને મુન્નાભાઇની ઉપમા આપવી જોઇએ.

હકીકતમાં રાહુલ ગાંધી જ્યારે મોદી સરકાર પર પોતાના ભાષણમાં વાકપ્રહાર કરી રહ્યાં હતાં ત્યારે હરસિમરત સીટ પર બેસીને હસી રહ્યાં હતાં. રાહુલે પોતાનાં સંબોધનમાં જણાવ્યું કે અકાલી દળની નેતા (હરસિમરત કૌર બાદલ) પણ તેઓની સામે જોઇને હસી રહ્યાં હતાં.

જ્યાર બાદ ગુસ્સામાં આવેલ હરસિમરતે સ્પીકર પાસેથી બોલવાની પરવાનગી માંગતા રાહુલને જવાબ આપતા કહ્યું કે આ કોઇ મુન્નાભાઇનો પ્રોગ્રામ નથી પણ આ સંસદ છે. ત્યાં જ લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને પણ તુરંત આ મુદ્દે ટકોર કરી અને પૂછ્યું કે આપ તો હસી રહ્યાં હતાં.?

You might also like