ફિલ્મની કમાણીથી ફરક પડતો નથીઃ હર્ષવર્ધન કપૂર

અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભાવેશ જોશી સુપરહીરો’માં તેનું કામ વખાણાયું છે. તે કહે છે કે મારી ફિલ્મ ચાલે કે ન ચાલે તેનાથી મને કોઇ ફરક પડતો નથી. જો ફિલ્મ ન ચાલે તો લોકો તમને શંકાની દૃષ્ટિએ જોવા લાગે છે.

અસામાન્ય સબ્જેક્ટવાળી ફિલ્મોમાં કામ કરવું હર્ષવર્ધનની પહેલી પસંદગી છે. તે કહે છે કે હું ઘરે જાઉંં છું. સ્ક્રિપ્ટ વાંચું છું અને મારા ક્રાફ્ટ પર કામ કરું છું. તે કહે છે કે હું જિમ અને ડાન્સ ક્લાસ જતો નથી. મને સારા અભિનય પર વિશ્વાસ છે અને સતત એક્ટિંગ ફિલ્ડમાં કામ કરવાથી હું વધુ સારો એક્ટર બની શકીશ.

જે પણ નિર્દેશક મારા પર વિશ્વાસ કરીને ફિલ્મ બનાવી રહ્યા હોય તેમના વિશ્વાસ પર મારે ખરું ઊતરવું પડશે. મને વિશ્વાસ છે કે એક દિવસ મારી ફિલ્મ જરૂર ચાલશે ત્યારે લોકો કહેશે કે જો આણે અલગ પ્રકારની ફિલ્મો કરી અને આજે સફળ થયો. ભાવેશ જોશીમાં મેં વિક્રમાદિત્ય મોટવાણી અને અનુરાગ કશ્યપ સાથે કામ કરી લીધું તે મારા માટે ઘણું છે. મને તેમની સાથે ઘણું બધું શીખવા મળ્યું છે.

ફિલ્મની કમાણી બધું જ નથી. હર્ષ કહે છે કે કોઇ વ્યક્તિ મારી પાસેથી મારું ક્રિએશન છીનવી ન શકે. મારું માનવું છે કે હંમેશાં ફાઇનલ રિઝલ્ટ જ સર્વસ્વ નથી. ફિલ્મ બનાવવાની સફર અને પ્રોસેસ પણ કંઇક હોય છે. મારા પિતાએ ઘણી એવી ફિલ્મોમાં કામ કર્યું, જે બોક્સ ઓફિસ પર ન ચાલી. ફિલ્મ ‘પરિંદા’ અને ‘લમ્હે’એ પૈસા ન કમાયા, પરંતુ લોકો તે ફિલ્મનાં વખાણ કરતાં થાકતા નથી.

ઘણી વાર આપણે એ ફિલ્મોની વાત કરતાં નથી, જેણે બોક્સ ઓફિસ પર ખૂબ જ કમાણી કરી. એક દિવસ આપણે બધાં મરી જઇશું તો આપણી પાછળ શું છોડી જઇશું. હું મારી પાછળ મારી ફિલ્મો છોડી જઇશ. જો તે ૧૦૦-૨૦૦ કરોડ નથી કમાતી તો મને કોઇ ફરક પડતો નથી. મને કામ કરવું ગમે છે એટલે હું તે કરું છું. આગામી ફિલ્મમાં હર્ષ અભિનવ બિન્દ્રાની બાયોપિક કરી રહ્યો છે. •

You might also like