હર્ષિલ સોનીના મોત બદલ ડીપી સ્કૂલના સંચાલકો સામે ગુનો દાખલ

અમદાવાદ: શહેરના નવા વાડજની ડીપી સ્કૂલના વિદ્યાર્થી હર્ષિલ સોનીનું 11 મહિના પહેલાં થયેલાં રહસ્યમય મોત મામલે વાડજ પોલીસ સ્કૂલના સંચાલકો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. હર્ષિલનું મોત કરંટથી થયું હોવાનો રિપોર્ટે ડોક્ટરોની સ્પેશિયલ ટીમે આપતાં ડીપી સ્કૂલના સંચાલકો વિરુદ્ધમાં બેદરકારી દાખવવા બદલ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે

નવા વાડજ ડીપી હાઇસ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરતાે હર્ષિલ 28મી માર્ચ 2016ના રોજ સાંજે સવા ચાર વાગ્યાની આસાપાસ કૂલર પર પાણી પીવા ગયો ત્યારે તે ઉછળીને જમીન પર પટકાયો હતો. હર્ષિલને સ્કૂલ સંચાલકો ગાયત્રી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં સાંજે સવા 6 વાગ્યાની આસાપાસ તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

પોલીસે પણ હર્ષિલનાં મોતનું સાચું રહસ્ય શોધવા માટે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. સ્કૂલના સત્તાધીશો, સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો તથા હર્ષિલનાં માતા પિતાનાં અલગ અલગ નિવેદનોથી આ કેસ વધુ ગૂંચવાયો હતો. જેથી હર્ષિલનાં મોતનું સાચું કારણ જાણી શકાયું નથી. પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે પહેલાં પોસ્ટમોર્ટમ ત્યાર બાદ એફએસએલની મદદ લીધી હતી. હર્ષિલનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પ્રીતેશ ગાંધી તથા ડોકટર બી.બી.ઝવેરીએની ટીમે કર્યું હતું.

થોડાક સમય પહેલા સ્પેશિયલ કમિટીએ હર્ષિલનું મોત કરંટથી થયું હોવાનો રિપોર્ટ પોલીસને સોંપ્યો હતો. રિપોર્ટના આધારે વાડજ પોલીસે ડીપી સ્કૂલના સંચાલકો સામે બેદરકારીનો ગુનો દાખલ કર્યો છે. સ્કૂલના પીવાના પાણીમાં સમયસર સારસંભાળ નહી કરાવતાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવી હોવાથી હર્ષિલનું મોત થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

http://sambhaavnews.com/

You might also like