પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા આમરણાંત ઉપવાસની જાહેરાત કરવામાં આવી છે. આજે હાર્દિક પટલે પોતાન ઘરે ઉપવાસ પર ઉતરવાનો છે. હાર્દિક ઉપવાસ પર ઉતરે તે પહેલાથી જ રાજ્યભરમાં પોલીસ એકશન મોડમાં આવી છે. પોલીસ દ્વારા રાજ્યભરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદમાં સેકટર-2માં SRPની ટીમ ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા CCTVથી બાજ નજર રાખવામાં આવશે. શહેરમાં 3 DCP, 8 ACP, 35 PI અને 200 PSI બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ રાજકોટમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે.
આ સાથે જ શહેરમાં હિંસક પ્રવૃતિઓ રોકવા માટે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. આ ઉપરાંત જૂનાગઢમાં જાહેરમાર્ગો અને જાહેર સ્થળ પર 4 વ્યક્તિને એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ કાયદાનો જાહેરનામાનો ભંગ બદલ કાર્યવાહી કરવાનું સુચન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ વોચ રાખવા માટે પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ સાથે જ શહેરમાં CCTVથી બાજ નજર રાખવામાં આવી રહી છે.
પાસ કન્વિનર હાર્દિક પટેલના આજથી આમરણાંત ઉપવાસ તેના ઘરેથી ચાલું થઈ ગયા છે. હાર્દિક પટેલ ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું અને પાટીદાર સમાજને અનામત મળે તેવી મુખ્ય માંગણીઓ સાથે હાર્દિક આજથી આમરણાંત ઉપવાસ પર ઉતરી રહ્યો છે.
હાર્દિક આજે બપોરે 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ શરૂ કરશે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગું કરી દેવાઈ છે. હાર્દિકના ઉપવાસને લઈને પોલીસ એકશનમાં આવી ગઈ છે. હાર્દિકના ઘર બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
અહીં આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલ જોવા જઈએ તો હાર્દિકનું ઘર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આ સિવાય પાટીદાર ગઢ ગણાતા પૂર્વના વિસ્તારો અને બાપુનગર, ઓઢવ, નિકોલ સહિત અનેક વિસ્તારોમાં પોલીસનો મોટો ખડકલો કરી દેવામાં આવ્યો છે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં…
(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨…
(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દિક્ષણ કોરિયાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. લોટે હોટલમાં તેઓ ભારતીય સમુદાયના…