હર્ષદ મહેતા કૌભાંડમાં બાકી રહેલી રકમની થઇ રહી છે વસૂલાત…

નવી દિલ્હી : હર્ષદ મહેતાને ગુજરી ગયાને ઘણા વર્ષો થઇ ગયા અને 1992માં બહુચર્ચિત સ્ટોક માર્કેટ સ્કેમ હવે તો ઘણા લોકોને યાદ પણ નહીં હોય. પરંતુ આ કૌભાંડમાં થયેલા નુકસાનની વસૂલાત હાલમાં પણ મહેતા ફેમેલી પાસેથી વસૂલવામાં આવી રહી છે. લગભગ 25 વર્ષ બાદ પણ મહેતા પરિવાર પાસેથી હર્ષદ મહેતા કૌભાંડના નાણાં વસુલવામાં આવી રહ્યા છે. કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કસ્ટોડિયન હજુ સુધી દિવંગત મહેતાની સંપત્તિને વેચીને 6000 હજાર કરોડથી વધારે સંપત્તિ બેન્ક અને ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના નામે કરી છે. હર્ષદ મહેતાના પરિવારના સગા-સંબંધીઓ દ્વારા ગત સપ્તાહે 614 કરોડ રૂપિયા બેન્કમાં જમા કરાવ્યા છે.

એક અહેવાલ મુજબ કસ્ટોડિયને મહેતા પરિવાર પાસે આ કૌભાંડ માટેની રકમ વસૂલવા માટે 2,000 કરોડ રૂપિયાની એક વધુ સંપત્તિ અંગે જાણકારી મેળવી છે જેની હરાજી કરવામાં આવશે. આ કેસમાં અત્યાર સુધીમાં મહેતા પરિવાર પાસેથી કુલ 8000 કરોડ રૂપિયાથી વધુની રિકવરી કરવામાં આવી છે. જેમાં મહેતા પરિવારની મિલકત અને શેર્સનો સમાવેશ થાય છે.

http://sambhaavnews.com/

You might also like