પાપડ ખાવાથી થાય છે આ નુકશાન, ખાતા પહેલાં જાણીલો

પાપડ મોટાભાગના લોકોની પસંદ હોય છે. પરંતુ પાપડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પાપડ બનાવતી વખતે પ્રિજર્વેટિવનો ઉપયોગ થાય છે. આ પ્રિઝર્વેટિવમાં મીઠું અને સોડિયમ સોલ્ટ ભેળવવામાં આવે છે. જેનાથી પાપડનો સ્વાદ સારો લાગે છે. પરંતુ તે આપણને સ્વાસ્થ્યલક્ષી બિમારીઓ પણ આપે છે.

પાપડમાં વાપરવામાં આવેલા પ્રિઝર્વેટિવથી કિડની અને હાર્ટને લગતી બિમારીઓનો ખતરો વધી જાય છે. પાપડમાં બે રોટલી જેટલી કેલરી હોય છે. તેને ખાવાથી મેદસ્વિતા વધે છે. એટલા માટે જો તમે શરીર ઉતારવા માંગતા હોવ તો પાપડ બિલકુલ ખાવાના બંધ કરી દેવા જોઇએ.

પાપડમાં વધારે પડતાં મસાલા અને આર્ટિફિશિયલ ફ્લેવર ભેળવવામાં આવે છે. જે એસિડિટી અને ગેસની સમસ્યા પેદા કરે છે. જો તમે પાપડ ખાશો તો તમારૂ પેટ ખરાબ થઇ જશે.

You might also like