ચેતેશ્વર પુજારા – હરમનપ્રીત કૌરને અર્જૂન એવોર્ડ, સરદારસિંહને ખેલરત્ન અપાશે

પૂર્વ ભારતીય હોકીના સુકાની સરદારસિંહ અને પેરાલમ્પિક જેવલિન (ભાલા ફેંક) દેવેન્દ્ર ઝાઝરિયાને સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ છે. ઝાઝરિયાએ 2016ના રિયો ઓલિમ્પિકમાં સ્વર્ણ પદક જીત્યો હતો. આ વર્ષે અર્જૂન પુરસ્કાર માટે 17 ખેલાડીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમા ક્રિકેટર ચેતેશ્વર પુજારા તેમજ હરમનપ્રીત કૌર તેમજ પૈરાલિમ્પક પદક વિજેતા મરિયપ્પ્ન થાંગાવેલુ અને વરૂણ ભાટી તેમજ ગોલ્ફર એસએસપી ચૌરસિયાનો સમાવેશ થાય છે. આધુનિક હોકીના સર્વશ્રેષ્ઠ ડિફેન્સિવ મિડ-ફિલ્ડર્સ શુમાર સરદાર સિંહના નેતૃત્વમાં ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં સતત બે સિલ્વર મેડલ જીત્યા છે.

અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડીઓ…
ચેતેશ્વર પુજારા, હરમનપ્રીત કૌર, સાકેત મિનેની, અતનુ દાસ, મરિયપ્પ્ન થાંગાવેલુ, વીજે શ્વેતા, ખુશબીર કૌર, આરોકિયા રાજીવ, પ્રશાંતિ સિંહ, એસવી સુનીલ એસએસપી ચૌરસિયા, સત્યવ્રત કાદિયાન, એન્થોની અમલરાજ, પીએન પ્રકાશ, જસવીર સિંહ, દેવેન્દ્રો સિંહ, બિંબા દેવી

You might also like