ભારતીય મહિલા T-20 ટીમની સુકાની હરમનપ્રિત કૌર બની DSP

ભારતીય મહીલા ટી-20 ટીમની સુકાની હરમનપ્રીત કૌરે આજે 1લી માર્ચે પંજાબ પોલીસમાં ડીએસપીનું પદ સંભાળી લીધું છે. આ અવસર પર પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે, ડીજીપી સુરેશ અરોડા ઉપસ્થિત રહ્યાં. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિહે હરમનપ્રીત કૌરની યુનિફોર્મ પર સ્ટાર લગાવ્યા.

મુખ્યમંત્રીએ મહિલા વર્લ્ડકપ 2017માં શાનદાર પ્રદર્શન પછી ગત વર્ષે જુલાઇમાં હરમનપ્રીતને ડીએસએપી પદની રજૂઆત કરી હતી. ત્યારબાદ ભારતીય રેલવેએ હરમનપ્રીતને તેમના પદ પરથી મુક્ત કર્યા હતા કારણ કે આ ખેલાડીને પંજાબ પોલીસ સાથે જોડાવું હતું. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ મામલેને રેલવે મંત્રાલય સમક્ષ ઉઠાવ્યો હતો અને હરમનપ્રીતને પદ પરથી મુક્ત કરવા અપીલ કરી હતી.

હરમનપ્રીતના પશ્ચિમ રેલવેમા કાર્યાલય અધીક્ષક તરીકે ત્રણ વર્ષ પૂરા થયા હતા. હરમનપ્રીતે ગત વર્ષે રેલવેમાંથી રાજીનામું આપી દીધું હતું. પંજાબ પોલીસની સાથે ડીએસપી પદ માટે મેડિકલ પરીક્ષણ પહેલાં જ થઇ ગયું હતું, પરંતુ ભારતીય રેલવે પદમુક્ત કર્યા નહોતા, જેના કારણે તેઓ પંજાબ પોલીસ સાથે જોડાઇ શકી નહોતી. આ ત્યારે શક્ય થયું જ્યારે ભારતીય રેલવેએ હરમનપ્રીતને પદમાંથી મુક્ત કર દીધી.

You might also like