માત્ર એક રૂપિયામાં કુલભૂષણ જાદવની પૈરવી કરે છે હરીશ સાલ્વે

નવી દિલ્હીઃ જેટલું મોટું વકિલનું નામ તેટલી મોટી તેની ફી હોય છે. તેમાં પણ જો મામલો હાઇ પ્રોફાઇલ હોય તો વકીલની મહેનત વધી જાય છે. જે કારણે તમને વિચારી રહ્યાં હશો કે ઇન્ટરનેશનલ કોર્ટમાં કુલભૂષણ જાદવ મામલે ભારત તરફથી પૈરવી કરી રહેલા સીનિયર વકિલ હરીશ સાલ્વેને પણ સારી એવી રકમ આપવામાં આવી રહી છે. પરંતુ અહીં તમે ખોટા છો. સાલ્વે આ કેસ માત્ર એક રૂપિયામાં લડી રહ્યાં છે. જે અંગેની માહિતી ટવિટર પર ખુદ સુષ્મા સ્વરાજે આપી છે.

આ મામલે ચર્ચા ફિલ્મકાર અને સમાજસેવી અશોક પંડિતે ટવિટર પર કરી. તેમણે લખ્યું કે ભગવાનનો આભારી છું કે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં કોંગ્રેસના કપિલ સિબ્બલ અને સલમાન ખુર્શીદ નથી. પરંતુ હરીશ સાલ્વે પૈરવી કરી રહ્યાં છે. પંડિતને બીજેપીની વિચારધારાથી નજીક ગણવામાં આવી રહ્યાં છે. પંડિતે તે અંગે ટવીટર પર ભારતીયને જવાબમાં લખ્યું છે કે કોઇ પણ સારો વકિલ હરીશ સાલ્વેથી ઓછા ખર્ચમાં આ રીતે પૈરવી કરતો. આપણે નિર્ણયની રાહ જોવી રહી. જેના જવાબમાં સુષ્માએ લખ્યું કે તે સાચી વાત નથી હરીશ સાલ્વેએ કેસ લડવા માટે અમારી પાસેથી માત્ર 1 રૂપિયો ફી લીધી છે.

http://sambhaavnews.com/

You might also like