હરીશ રાવતની ચાલી 5 કલાક પુછપરછ : મોટા ભાગનાં સવાલો પર મૌન

નવી દિલ્હી : ઉતરાખંડની રાજનીતીમાં ઉથલપાથલ મચાવનારા સ્ટિંગ સીડી મુદ્દે મુખ્યમંત્રી હરીશ રાવતે અંતે સીબીઆઇની સામે રજુ થવું જ પડ્યું. તેની પહેલા બે વાર સીબીઆઇ દ્વારા બોલાવવામાં આવવા છતા પહેલી બે વાર સીબીઆઇનાં બોલાવવા છતા હાજર નહી રહેનાર રાવત આ વખતે હાજર રહ્યા હતા. નોંધનીય છે કે બીજીવખત સરકાર બન્યા બાદ રાવતે સીબીઆઇ તપાસ બંધ કરવા માટેની પણ અપીલ કરી હતી. પરંતુ કોર્ટે આ કાર્યવાહી કરવાની મનાઇ કરી હતી.
પુછપરછ બાદ ભાજપ પર પ્રહારો
પોતાની સામે કોઇ રસ્તો બાકી નહી રહેતા રાવત સોમવારે સવારે 11 વાગ્યે સીબીઆઇ મુખ્યમથક પર પહોંચ્યા હતા અને ચાર વાગ્યા સુધી કાર્યાલયમાં જ રહ્યા હતા. તપાસ દરમિયાન તપાસ અધિકારીઓએ તેને સ્ટિંગ સીડી મુદ્દે કેટલાક સવાલો પુછ્યા હતા. રાવત સવાલનાં યોગ્ય જવાબો નહોતા આપી શક્યા. મોટા ભાગનાં સવાલો અંગે ચુપ્પી સાધનારા રાવત બહાર આવ્યા બાદ ભાજપ પર હૂમલો કરવાનું નહોતા ચુક્યા.
રાવતે ભજાપની ભુમિકાની તપાસની માંગણી કરી
રાવતે સીબીઆઇ તપાસ પાછળ ભાજપની ભુમિકાની પણ તપાસ કરવવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે તેમનાં કોંગ્રેસની વિરુદ્ધ કેન્દ્રમાં બેઠેલી ભાજપની સરકાર રાજનીતિક કાવત્રાઓ કરી રહી છે. તેનાં આધારે રાવતની વિરુદ્ધ રેગ્યુલર એફઆઇઆર દાખલ થઇ શકે છે.

સુત્રો અનુસાર રાવતને પુછાયેલા સવાલ

– સીડીમાં તે છે કે નહી ?
– સીડીમાં જે અવાચ છે તે તેનો છે કે નહી ?
– સીડીમાં જે વાતો થઇ છે તે તેમણે કરી હતી કે નહી ?
-શુ તેમણે ધારાસભ્યો માટે રકમ આપવાની ઓફર કરી હતી?
– શું તેનાં કોઇ મંત્રીએ પણ રકમ આપવા અંગેની રજુઆત કરી હતી ?
– વાતચીત દરમિયાન જે પૈસા આપવાની રજુઆત થઇ કે પૈસા ક્યાંથી આવવાનાં હતા ?
– પૈસાનાં બદલે બીજુ કાંઇક તે શું હતું ?
– કેમેરામાં છે તે ઉપરાંતની કોઇ વાતચીત થઇ હતી ?
મુખ્યમંત્રી પત્રકાર સાથેની મુલાકાતનો સ્વિકાર કર્યો
જો કે મુખ્યમંત્રી હરિશ રાવતે પુછપરછ દરમિયાન પત્રકારો સાથે મુલાકાતની વાત સ્વિકારી હતી. સાથે જ તેમણે તે પણ કહ્યું કે તે બધુ જ એક કાવત્રા હેઠલ થયું છે. તેની પણ તપાસ થવી જોઇએ. હાલ સ્ટિંગ મુદ્દે જોવું પડશે કે રાજનીતિક રંગ સાથે આ મામલો કઇ તરફ આગળ વધે છે.

You might also like