સુપ્રીમનો હાર્દિકને આદેશઃ “પબ્લિક પ્રોપર્ટીના નુકસાનની કિંમત ચૂકવવી પડશે.”

ગુજરાતના પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ માટે સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવ્યું છે. આંદોલન દરમ્યાન પબ્લિક પ્રોપર્ટીને થયેલા નુકસાન અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ મામલે બધા માટે ગાઇડ લાઇન્સ નક્કી કરવામાં આવશે. કોર્ટ જણાવ્યું છે કે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડનારે તેની કિંમત ચૂકવવી પડશે.

કોર્ટે એમ પણ જણાવ્યું છે કે પોતાની માંગને પૂરી કરવા માટે તમે કોઇને મજબુર ન કરી શકો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓક્ટોબરમાં પાટીદાર સમુદાયે અનામતની માગને લઇને આંદોલન કર્યું હતું. તે દરમ્યાન ગુજરાતમાં ખૂબ જ હિંસા ભડકી હતી અને તે દરમ્યાન પબ્લિક પ્રોપર્ટીને પણ નુકશાન થયું હતું. હાર્દિક પટેલ પર દેશદ્રોહનો પણ કેસ ચાલી રહ્યો છે.

You might also like