હાર્દિક રાજકીય હાથો બનશે તો સમાજ ફેંકી દેશે : લાલજીની ટકોર

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનના સંયોજક હાર્દિક પટેલ ગુજરાતમાં આવ્યા બાદ અલગ અલગ સ્થાઓએ મુલાકાત કરી રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલની મુંબઈ સ્થિત શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરેની મુલાકાત મામલે એસ.પી.જી.ના અધ્યક્ષ લાલજી પટેલે ટકોર કરી છે.

હાર્દિક પટેલના ગુજરાતમાં આવ્યા બાદ પાટીદારોએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું. હાર્દિક પટેલ પણ પાટીદારો સહીત કેટલાક આગેવાનો સાથે મુલાકાતો કરી રહ્યો છે. આ મુલાકાતોમાં તાજેતરમાં જયારે હાર્દિક પટેલ મુંબઈમાં શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરેને મળ્યો, ત્યારે એસ.પી.જી. અધ્યક્ષ લાલજી પટેલે આ બાબતે હાર્દિકને કેટલીક ટકોર કરી હતી. અને જણાવ્યું હતું કે, હાર્દિક જો કોઈનો રાજકીય હાથો બનશે તો પાટીદાર સમાજ તેણે ફેકતા વાર પણ નહિ કરે.

લાલજી પટેલે જણાવ્યું હતું કે, હજુ સુધી કોઈ રાજકીય પાર્ટી પાટીદાર સમાજના હક્ક માટે જાહેરમાં સામે આવી નથી. તો આ રીતે રાજકીય પાર્ટીને મળીને પાટીદાર સંગઠનને ઠેસ પહોચે છે. એવા નેતાને મળવું જોઈએ કે જે ખુલીને બહાર આવે. અને પછી જો મુલાકાત કરવામાં આવે તો તે મહત્વનું છે. રાજકીય કારકિર્દી બનાવવા મળવું ના જોઈએ.

જયારે ગુજરાતમાં કોઈ પાર્ટી પાટીદાર સમાજને ટેકો આપવાની વાત કરતી નથી. તો બહાર બીજા રાજ્યોમાં ટેકો લેવા જવું એ વાજબી નથી. રાજકીય નેતાઓ સામેથી મુલાકાતે આવે તેવું કરવું જોઈએ. બાકી તો આ મુલાકાત પોતાની પબ્લીસીટી જ લાગી રહી છે.

You might also like