હાર્દિકના ભાઇનો 30 લાખ લેતા વીડિયો વાયરલ, પાટીદારોમાં ખળભળાટ

સુરતઃ હાર્દિક પટેલનો પિતરાઇ ભાઇ રવિ પટેલ મુકેશ પટેલા ઘરે જઇને રૂપિયા 30 લાખ સ્વિકારી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. ત્યારે કોઇ ચોક્કસ એજન્ડા પર બંને વચ્ચે સોબાબાજી થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રવિ રોક્કડ રકમ ગણીને તેની લેપટોપ બેગમાં મૂકી રહ્યો હોવાનું સ્પષ્ટ વીડિયોમાં જોવા મળે છે. રવિનો 1 મિનિટ 57 સેકન્ડનો વીડિયો પાટીદાર સમાજમાં ફરતો થતા પાટીદાર સમાજમાં સોપો પડી ગયો છે.

સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ત્યારે કન્વીનરો આ વીડિયો બાબતે કંઈ કહેવા તૈયાર નથી. તો મુકેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે પાટીદાર સમાજના મધ્યસ્થીઓનું જાહેરમાં અપમાન કર્યું છે. રૂપિયા માટે રવિના વોટ્સઅપમાંથી હાર્દિકે મને મેસેજ કર્યો હતો. તેના પણ પુરાવા અમારી પાસે છે. હાર્દિકે પુરાવા રજૂ કરવા પડકાર કર્યો હતો તેનો આ જવાબ છે. અમારા સમાજના કોઇ પણ છોકરાને નીચું દેખાડવાનો ઇરાદો નથી. પરંતુ હવે હાર્દિકેસમાજને ઊંધા ચશ્મા પહેરાવવાનું બંધ કરી દેવું જોઇએ.

તો આ તરફ હાર્દિક પટેલે રૂપિયા લેતા વીડિયો અંગે જણાવ્યું હતું કે, હું દોઢ મહિનાથી જ જેલ બહાર છું. આ અગાઉ કોઈ વ્યક્તિએ કે મારા સગા સંબંધીઓએ રૂપિયાની વ્યક્તિગત લેવડદેવડ કરી હોય તો એ કોઈ મેં નથી કરી. મેં કોઈ પાસેથી રૂપિયા નથી લીધા કે મારા કહેવાથી પણ આ રૂપિયાની લેવડદેવડ થઈ નથી.

You might also like