હાર્દિકની જામીન અરજીની સુનાવણીમાં વધુ એક મુદત

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના અનુસંઘાનમાં લાંબા સમયથી જેલવાસ ભોગવતા હાર્દિક પટેલની જામીન અરજીના નિર્ણય પર તમામ પાટીદારોની નજર હતી. ત્યારે પાટીદાર સમાજના લોકોને વધુ થોડો સમય હાર્દિકના મુક્ત થવા માટેની રાહ જોવી પડશે. હાર્દિક રાજદ્રોહ કેસ મામલે જામીન અરજી પર સુનાવણીમાં વધુ એક મુદત પડી છે.  હાર્દિકની જામીન અરજીની સુનાવણી આગામી 9મી જુને  હાથ ધરવામાં આવશે. આમ, હાર્દિકને વધુ થોડો સમય જેલમાં રહેવું પડશે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક રાજદ્રોહના ગુનાહેઠળ સુરત જેલમાં બંધ છે. તેની અને તેના સાથીદારોની ઘરપકડ કરીને જેલમાં પૂરવામાં આવ્યા હતા. ત્યારે ગત સપ્તાહે તેના સાથીઓ ચિરાગ પટેલ, કેતન પટેલ અને દિનેશ બાંભણીયાને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે હાર્દિકની જામીન અરજી પર આવતી કાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

You might also like