હાર્દિકે પોલીસ સુરક્ષાને લઇ કર્યો સ્પષ્ટ ઇનકાર

પાસ કન્વીનર હાર્દિક પટેલે પોલીસ સુરક્ષા લેવાનો ઈનકાર કર્યો છે. મળતી માહિતી મુજબ સરકાર દ્વારા હાર્દિકને જીવનું જોખમ હોવાંથી તેને સલામતી આપવા માટે પોલીસની એક ટીમ હાર્દિકનાં ઘરે મોકલવામાં આવી હતી અને 24 કલાક હાર્દિકની સાથે એક પોલીસ જવાન રહે તેવી પોલીસ સલામતી આપવા માંગતી હતી. પરંતુ હાર્દિક પટેલે સલામતી લેવાની ના પાડી હતી. ત્યાર બાદ હાર્દિક પટેલે આક્ષેપ કરતા કહ્યું કે, મારી જાસુસી કરવા માટે સરકાર પોલીસને મારી સાથે મોકલવા માંગે છે.

હાર્દિકે પોતાની સુરક્ષા મામલે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. હાર્દિકે આ અંગે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે સરકાર મારી જાસૂસી કરવા માગે છે અને સરકાર પણ અગાઉ મારી જાસૂસી કરાવી ચૂકી છે.

You might also like