હાર્દિકનો હુંકાર: આંદોલન રોકવાની કોઇની તાકાત નથી

સુરત: રાજદ્રોહના કેસમાં ફસાયેલ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલને ચાર્જશીટની કોપી માટે સુરતની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટ પરિસરમાં હાર્દિક પટેલે મીડિયાને કહ્યું હતું કે, આંદોલનને રોકવાની કોઇની તાકાત નથી. આંદોલન આન-બાન-શાન સાથે આગળ વધશે. હાર્દિકે ગુજરાત સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ કહ્યું હતું કે, આંદોલનને રોકવાની ફોઇબાની પણ તાકાત નથી.

હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી રાજદ્રોહના કેસમાં સુરત જેલમાં બંધ છે. સુરત કોર્ટમાં આજે તેને રજુ કરવામાં આવ્યો ત્યારે ખુબ જ સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મીડિયા દ્વારા હાર્દિકને કોર્ટના પરિસરમાં સવાલ પુછાતાં તેણે કહ્યું હતું કે, આંદોલન થઇને જ રહેશે. તેને કોઇ રોકી નહીં શકે.

હાર્દિક પટેલનો કબજો માંગવા માટે વિસનગર પોલીસ પણ સુરત કોર્ટમાં આજે હાજર રહી હતી. નોંધનીય છે કે વિસનગરની ક્રાઇમ બ્રાન્ચે નોંધેલા કેસ સંદર્ભે તેમણે બે મહિના પહેલાં જ હાર્દિક પટેલનો કબજો માંગ્યો હતો. તેથી આજે કોર્ટમાં મુદત હોવાથી હાર્દિકનો કબજો લેવા વિસનગર પોલીસ ત્યાં હાજર રહી હતી.

You might also like