હું પુરૂષોત્તમ રૂપાલા કે નરેન્દ્ર મોદીની ઓલાદ નથી : હાર્દિકના સરકાર પર ચાબખા

અમદાવાદ : પાટણમાં યોજાયેલી જાહેર સભામાં હાર્દિક પટેલે જણાવ્યુ કે કોમી તોફાનો કરાવીને 147 પાટીદારોને કારાવાસ કરાવનારા દિલ્હીમાં બેઠા છે હાર્દિકે વધુમાં જણાવ્યું કે વિવિધ જેલોમાં રહીને હવે મને જેલ પણ હોસ્ટેલ જેવી લાગી રહી છે.

હાર્દિક પટેલ આકરા મુડમાં જોવા મળ્યો હતો. હાર્દિકે જણાવ્યું હતુ કે હું કોઈ પુરસોતમ રૂપાલા કે નરેદ્ર મોદીની ઓલાદ નથી હું પટલાણીના પેટની ઓલાદ છું. ચાણસ્માના સરદાર ચોક ખાતે મોડી રાત્રે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની જાહેર સભા યોજાઈ હતી.

હાર્દિક પટેલ સરદારની પ્રતિમાને પુષ્પાંજલી કરીને સભા સ્ટેજ ખાતે પહોંચ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અત્રે નોંધનીય છે કે ઉત્તર ગુજરાત પાટીદાર અનામત આંદોલનનો ગઢ માનવામાં આવે છે.

You might also like