પાટીદારને પ્રદેશ પ્રમુખ બનાવવા પર હાર્દિકે કહ્યું કાંઇક આવું

ગાંધીનગરઃ પાસના કન્વીનર હાર્દિક પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીની વરણી થતા પાટીદાર સમાજની એકતા પર ફૂટ પાડાવાનો આરોપ ભાજપ પર લગાવ્યો છે. સાથે જ તેણે જીતુ વાઘાણીને ગર્ભિત ચીમકી આપી છે કે જો તેમના દ્વારા એવું કાઇ પણ કરવામાં આવશે કે જેનાથી સમાજને નુકશાન પહોંચશે તો આગામી દિવસોમાં મોટુ નુકશાન થઇ શકે છે. પાટીદારના હિતમાં જે કામ કરશે તેની સાથે સમાજ રહેશે. સમાજ ભાજપ કે કોંગ્રેસની જાગીર નથી.

હાર્દિક હાલ છ મહિના માટે ઉદયપુરમાં છે. તે અવાર નવાર ગુજરાતના વિવિધ મુદ્દાઓ પર પત્ર દ્વારા અને વીડિયો દ્વારા પોતાની પ્રતિક્રિયા મોકલે છે. ત્યારે હાલ તેણે વીડિયો દ્વારા વાઘાણીને ચિમકી આપી છે. કહ્યું છે કે પાટીદાર સમાજ તેમની સાથે છે. પરંતુ પાટીદાર સમાજ કોઇની જાગીર નથી. તેણે વધુમાં કહ્યું છે કે જ્યારે તમે પ્રદેશ પ્રમુખ ન હતા ત્યાંરે તમે કોઇ નિવેદન આપતા ન હતા. પરંતુ જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા છો ત્યારે અમિત શાહ અને વિજય રૂપાણીને સારા થવા નિવેદનો આપો છો. અમે આંદોલન સમાજ માટે કર્યું હતું. હજી પણ અમે જેલમાં જવા તૈયાર છીએ. બે મોઢાની વાતો અમારા દ્વારા નહીં પરંતુ તમારા દ્વારા થાય છે. પાટીદાર કોઇ પક્ષની સાથે છે તેવી વાતો કહેવાનું બંધ કરો. સમાજ તેની જ સાથે છે જેના દ્વારા સમાજને સાથ મળી રહ્યો છે.

 

 

You might also like