અનામત નહી મળે તો ઝુંટવી લઇશું : સમાજની ક્રાંતીની મશાલથી સરકાર દાઝી છે

હિંમતનગર : 6 મહિનાનો વનવાસ ભોગવ્યા બાદ હાર્દિક પટેલે હિંમતનગર ખાતે સભા સંબોધિ હતી. હુંકાર સભાને સંબોધતા તેણે કહ્યું હતુ કે અનામત તો લેવાની જ છે, અને નહી મળે તો ઝુંટવીને લેવાની છે. અમને કોઇ સમાજ સામે વિરોધ નથી. એસ.ટી, એસ.સી, ઓબીસી કે કોઇ પણ જ્ઞાતીનો અમે વિરોધ નથી કરી રહ્યા. ભારતના બંધારણ અનુસાર અનામત આંગી રહ્યા છીએ. હાર્દિકના સંબોધન પહેલા રેશ્મા પટેલે પણ સભા સંબોધી હતી. જેમાં તેણે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

હાર્દિકે કહ્યુ કે, અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં જે પોલીસ દમન થયું હતું તેનો વીડિયો જોઇને આજે પણ હૃદય દ્રવી ઉઠે છે. ગ્રાઉન્ડ ખાતે પોલીસે લાઠીચાર્જ નહોતો કર્યો પરંતુ આ માટે આદેશ અપાયા હતા. પોલીસને ઉદ્દેશીને હાર્દિકે કહ્યું હતુ કે લાઠીચાર્જ પાછળ તમારો કોઇ વાંક નથી. તમે લોકો તો ચીઠ્ઠીના ચાકર છો. સાથે જ સરકારને પડકારતા હાર્દિકે કહ્યુ કે જો સરકારની તાકાત હોય તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ફરી રેલીને મંજૂરી આપે. પાટીદારો દંગલ માટે તૈયાર છે.

રેશ્માએ મોદી પર વાકબાણ છોડતા કહ્યુ કે, રેંટિયો કાંતવાથી મહાત્મા નથી બની જવાતુ. તેઓ આપણને પુછે છે કે પાટીદાર સમાજને અનામત શા માટે મળે ? તો આપણે તેમને કહેવાનું છે કે પર પૂજ્ય દિલ્હીવાળા સાહેબ તમારી જ્ઞાતિને તમે અનામત કેવી રીતે આપ્યું ? જો આપણી આ ભાષા ન સમજાય તો એમની ફેંટ પકડીને પુછજો તો એમની ફેંટ પકડીને પુછજો કે તે તારી જ્ઞાતીને અનામત કેવી રીતે અપાવ્યું ?

રેશમા પટેલે કહ્યું હતુ કે દુષ્ટ લોકોનો નાશ કરવા પાટીદાર સમાજ ક્રાંતિ સર્જવા માટે જઇ રહ્યો છે. હવે ખાદી પહેરેલા રાક્ષસોનો સંહાર નિશ્ચિત છે. સમાજને કોઇની નજર ન લાગે તેનું ધ્યાન રાખવું પડશે. પાટીદાર સમાજની ક્રાંતિની મશાલથી અત્યતારે સરકાર દાઝી રહી છે. હવે તો આપણો વિરલો પણ આપણી સાથે જોડાવાનો છે. આપણા 14 વીરલાઓને ભરખી ગયા તેના ન્યાયનું શું ? પાટીદારો વર્ગવિગ્રહ નથી ઇચ્છતા. અમે સર્વધર્મ સમભાવમાં માનીએ છીએ. અમે મારો હક લેવા આવ્યા છીએ કોઇનો છીનવવા માટે નહી.

પાસ કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે હિંમતનગરની સભામાં એક લાખથી વધારે પાટીદારો હાજર રહેશે. તેમની સુવિધા માટે 8 હજારથી વધારે કાર્યકર્તાઓ સતત હાજર રહેશે. આગિયોલ, કાંકણોલ સહિતના સ્થળો પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂટ પેકેડ થી માંડીને મેડિકલ સુધીની તમામ સુવિધા કરવામાં આવી રહી છે.

You might also like