અનામત માટે આપઘાત નહી પરંતુ લડત આપો : હાર્દિકના પિતા

ધોરાજી : ધોરજીમાં ગયા ગુરૂવારે ઉપલેટાનાં મોટી પાનેલીનાં પટેલ યુવાને આપઘાત કર્યો હતો. પોતે અનામત માટે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કર્યો હતો. આજે તેનું બેસણું રાખવામાં આવ્યું હતું. હાર્દિકનાં પિતાએ પાટીદારોને અપીલ કરી કે યુવાનોએ આત્મહત્યા ન કરવી જોઇએ, મારો દીકરો જેવી રીતે સરકાર સામે લડી રહ્યો છે તેમ હિંમતથી લડવું જોઇએ.

પાટીદાર નેતા અને સાંસદ વિઠ્ઠલ રાદડિયા અનામત આંદોલન મુદ્દે સમાઘાનની જવાબદારી સરકારે સોંપી છે. અચાનક પાટીદારોની વહારે આવેલા વિઠ્ઠલ રાદડિયા મોટી પાનેલી પહોંચ્યા ન હતા. તેમણે જણાવ્યું કે હાલ હું સુરત છું સમય મળ્યે તેનાં ઘરે જઇ આવીશે. સરકાર સાથે સમાધાનની ચર્ચા ચાલી જ રહી છે.

સૌરાષ્ટ્રમાંથી પાટીદાર અનામત માટે સૌ પહેલા આપઘાત કરનારા ઉમેશ ભાલાળાનાં પિતા બાબુભાઇ ભાલાળા પણ બેસણામાં હાજર રહ્યા હતા. અહીં તેમને પાટીદાર યુવાનોને મોત બદલ પરિવારને દોલાસોજી પાઠવી હતી. અનામત માટે આત્મહત્યા કરનારા પ્રકાશ શાણીનું આજે સોમવારે 3 વાગ્યે ગામમાં આવેલ પટેલ સમાજની વાડીમાં બેસણું રાખવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાંથી પીટાદારો બેસણામાં હાજરી આપી હતી. સાથે જ પાસનાં કન્વીનરો અને કાર્યકર્તાઓ પણ બેસણામાં હાજર રહ્યા હતા.

You might also like