હાર્દિકે 44 પાટીદાર ધારાસભ્યોને ગણાવ્યા ગધેડા, કહ્યુ DNAમાં જ ખામી

સુરત : ઉત્તર પ્રદેશની રાજનીતિમાંથી ગધેડાએ રાજકારણમાં એન્ટ્રી કરી ત્યાર બાદ હવે ગુજરાતમાં ગધેડા મુદ્દે નિવેદનબાજી ચાલુ થઇ ગઇ છે. પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રાજ્યનાં 44 પાટીદાર ધારાસભ્યોને ગધેડા કહેતા વિવાદ પેદા થયો છે. પાટીદાર અનામત આંદોલનનાં નેતાએ રાજ્યનાં 44 પાટીદાર સમાજમાંથી આવતા ધારાસભ્યોને એક સભામાં ગધેડા કહી દીધા છે. સાથે જ તેમ પણ કહ્યું કે તેમનાં ડીએનએમાં જ ખોટ છે.

હાર્દિકે સુરતની જનસભાને સંબોધિત કરતા આ વિવાદિત નિવેદન આપ્યું હતું. ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રીએ પોતાની ચૂંટણી સભામાં ગુજરાતના લોકોને ગદર્ભ ગણાવ્યા બાદ રાજનીતિ ચાલુ થઇ ગઇ હતી. વડાપ્રધાન મોદી પણ પોતાનાં ભાષણમાં લગભગ 7 મિનિટ સુધી ગદર્ભો અંગે બોલ્યા હતા.

ગુજરાતનાં પટેલ સમાજને અનામત અપાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતીની રચના કરનારા હાર્દિક પટેલ કોઇને કોઇ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતા રહે છે. પટેલે ગુરૂવારે કોર્ટનાં આદેશ અનુસાર સુરત ક્રાઇમબ્રાંચમાં સવારે 11 વાગ્યે હાજરી ભરાવવા માટે પહોંચ્યા હતા. સાથે જ કેટલાક વિસ્તારોમાં જનસભાને પણ સંબોધિત કરી હતી.

આવી જ એક સભામાં હાર્દિકે કહ્યું કે આંદોલનનાં સમયે 14 પાટીદાર યુવકોનાં મોત નિપજ્યા હતા, સરકારનાં ડરથી પાટીદાર સમાજનાં ધારાસભ્યો જ આ મુદ્દે ન પ્રતિક્રિયા આપી શક્યા નહોતા. હાર્દિકની સાથે તેમ પણ જણાવ્યું કે 44 પાટીદાર ધારાસભ્યોનાં ડીએનએમાં જ તકલીફ છે. આ ધારાસભ્યો ગધેડા છે.

You might also like