“હાર્દિક એન્ડ ગેંગ” નામે સાથીદારોનો દારૂની મહેફીલ માણતો વીડિયો વાઇરલ

હાર્દિક પટેલની આપત્તિજનક સીડી જાહેર થયા બાદ હજુ હાર્દિકનાં એક વિવાદે તો પીછો છોડ્યો નથી. ને તેનાં હજુ પડઘા પણ શમ્યા નથી ત્યાં તો હાર્દિક પટેલનાં સાથીદારોનો શરાબ અને શબાબ સાથેનો વીડિયો વાયરલ થતાં ફરીથી એક વખત વિવાદાસ્પદ ચર્ચાએ જોર પકડ્યું છે.

You tube પર “હાર્દિક એન્ડ ગેંગ” નામે એક વીડિયો વાયરલ થયો છે. પરંતુ આ વીડિયોમાં ક્યાંય પણ હાર્દિક પટેલ જોવા મળતો નથી. આ વીડીયોમાં ભુરો પટેલ ઉર્ફે જયેન્દ્ર પટેલ, રાહુલ વસ્ત્રાલ ઉર્ફે રાહુલ પટેલ તેમજ સુરતનાં હિતેશ કગથરા આ મિત્રો દારૂની પાર્ટી માણતા નજરે પડે છે. હિતેશ એ મોરબીનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત કગથરાનો ભત્રિજો છે.

આ વીડિયોમાં ત્રણેય PAASનાં નેતા યુવતીઓ સાથે દારૂની મહેફિલ માણતા નજરે પડે છે. આ વીડિયો વાયરલ થતાં જ હાર્દિકનાં સાથીદારો ફરી એક વખત વિવાદમાં આવ્યાં છે. આ વીડિયોમાં ફિલ્મનાં ગીતોનાં સંગ ત્રણેય કરી રંગીન પાર્ટી રહ્યાં છે. જો કે વીટીવી આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

હાર્દિકનાં ત્રણ સાથીઓનાં પાંચ વીડિયો વાઇરલ
હાર્દિકનાં નજીકનાં ત્રણ સાથીઓનો વીડિયો વાઇરલ
વીડિયો “હાર્દિક એન્ડ ગેંગ”નાં નામે વીડિયો વાઇરલ
યુ ટ્યુબમાં હાર્દિક એન્ડ ગેંગની કામલીલા નામે વીડિયો વાઇરલ
ભુરો પટેલ ઉર્ફે જયેન્દ્ર પટેલની વીડિયો વાઇરલ
રાહુલ વસ્ત્રાલ ઉર્ફે રાહુલ પટેલનો વીડિયો પણ વાઇરલ
સુરતનાં હિતેશ કગથરાનો વીડિયો વાઇરલ
હિતેશ, મોરબીનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત કગથરાનો ભત્રિજો
વીડિયોમાં ત્રણેય PAAS નેતા છોકરીઓ અને દારૂ સાથે
ફિલ્મનાં ગીતોની સંગ ત્રણેય કરી રહ્યાં છે રંગીન પાર્ટી
વીડિયો વાઇરલ થતા ફરી હાર્દિકનાં સાથીઓ વિવાદમાં
વીટીવી આ વીડિયોની પૃષ્ટી કરતું નથી

You might also like