હાર્દિકનો ભુપેન્દ્રસિંહને પત્ર : જો જો નીટનાં મુદ્દે પણ આંદોલન ચાલુ ન થઇ જાય

સુરત : પાટીદાર અનામત આંદોલનનાં ક્નવીનર અને છેલ્લા લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલ હાર્દિક પટેલે ફરી એકવાર લેટર બોમ્બ સરકાર પર ફેંક્યો છે. આ પત્રમાં હાર્દિક રાજ્યનાં શિક્ષણ પ્રધાનને સંબોધીને લખ્યો છે. હાર્દિકે ભુપેન્દ્રસિંહને સંબોધીને જણાવ્યું કે જો જો નીટનાં મુદ્દે પણ આંદોલન ચાલુ ન થઇ જાય. યાદ રાખજો યુવાનો રોડ પર આવી ગયા તો ક્રાંતિ સર્જાશે. માટે નીટનાં મુદ્દે પણ યુવાનોને રોડ પર ન ઉતરવું ન પડે તેનું ધ્યાન રાખજો.

હાર્દિકે પ્રથમ તો ભુપેન્દ્રસિંહ ચાડુસમાને 67માં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. જો કે ત્યાર બાદ જણાવ્યું કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં નિવેદન અપાયું હતું. જેમાં તેણે જણાવ્યું કે રાજ્યો દ્વારા પારદર્શક એડમિશલ પ્રક્રિયા યથાવત્ત રાખવી અને પ્રાઇવેટ કોલેજમાં નીટ આધારે પ્રવેશ આપવો. જો વિદ્યાર્થી નીટ-1 આપી હોત તો નીટ-2 આપી શકે નહી. તોપછી જીએમઆરએસ ટ્રસ્ટ સંચાલિત અર્ધ સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો જેવી કે સોલા, જુનાગઢ, વલસાડ વગેરેને શેમાં ગણવામાં આવશે ?

અમદાવાદ અને સુરત પાલિકા દ્વારા ચલાવવામાં આવતી કોલેજોને તેમાં ગણવામાં આવશે ? તથા સી.યુ શાહ અને પ્રમુખ સ્વામી મહારાજની કોલેજની વ્યાખ્યા શું કરવામાં આવશે ? 2018થી નીટનો અમલ કરાવામાં આવવાનો હતો. તત્કાલીક લાવવામાં આવેલા નિર્ણથી રાજ્યનાં લાખો યુવાનો જે ડોક્ટરનાં સપનાં જોઇ રહ્યા હતા. તેમનાં ભવિષ્ય સાથે ચેડા કેમ ? રાજ્યનાં યુવાનોને નીટની તૈયારી કરવા માટે જે અપુરતો સમય મળશે તો તેમનાં ભવિષ્ય સાથે રાજ્ય સરકારની ભુલ ગણાશે.

You might also like