….તો આગામી 24 કલાકમાં જ હાર્દિક પટેલ કરશે જળત્યાગ

હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસ મામલે PAASએ પ્રેસ કોન્ફરન્સ આયોજી હતી. પાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ કહ્યું કે, હાર્દિક છેલ્લાં 12 દિવસથી સતત ઉપવાસ પર છે. ઘણાં બધાં મહાનુભાવોએ હાર્દિકની મુલાકાત લીધી. રાજકીય રીતે આંદોલન પૂર્ણ કરાવીશું તેવું સૌરભ પટેલે કહ્યું છે. સૌરભ પટેલે ગર્ભિત ધમકી આપી છે. ગઇ કાલે બપોર પછી સરકારે સમાધાનનો પ્રયોગ કર્યો છે.

વાટાઘાટો ચાલી રહી છે તેવી વાતો સરકાર કરી રહી છે. સરકાર પાટીદારોને ગુમરાહ કરવાની કોશીશ કરી રહી છે. હાર્દિક પટેલ સુધી સરકારનાં પ્રતિનિધિ નથી આવ્યાં. આટલાં કલાકો વિત્યાં હજુ સુધી સરકારનાં પ્રતિનિધિ નથી આવ્યાં. હાર્દિક પટેલ માત્ર 3 મુદ્દાઓ પર આંદોલન કરી રહ્યાં છે. સરકારને પણ હાર્દિકનાં મુદ્દાઓની લેખિતમાં રજૂઆત કરી હતી.

હાર્દિક પટેલે 3 માંગણી કરી છે. 12 દિવસ થયાં તો પણ સરકારનું પેટનું પાણી નથી હલતું. આવતા 24 કલાકમાં સરકાર વાટાઘાટ નહીં કરે તો હાર્દિક પાણીનો ત્યાગ કરશે. જો વાટાઘાટો નહીં થાય ત્યાં સુધી પાણી નહીં પીવે. ગુજરાતની પ્રજાને સરકાર ગુમરાહ કરી રહી છે. ખુલ્લા મને અમે આ સમસ્યાનું સમાધાન કરવા તૈયાર છીએ. સરકારને 24 કલાકનું અમે અલ્ટિમેટમ આપીએ છીએ.

ખેડૂત સમાજ પ્રથમ વાર સરકાર પાસે દેવા માફીની માંગ કરે છે. ખેડૂતોનાં દેવામાફી માટે તૈયાર હોય તો હાર્દિક સાથે વાટાઘાટ શરૂ કરો. હાર્દિક પટેલની છાવણીમાં આવીને સીધું સમાધાન કરો. કોઈ પણ નેતા સંકોચ વગર ઉપવાસ છાવણી પર આવી શકે. સરકારનું સ્ટેન્ડ ખેડૂતોનાં અહિતમાં છે. ગુજરાતનાં ખેડૂતો સમૃદ્ધ છે એવું સરકાર સાબિત કરે. ગુજરાતમાં જે પરિણામ આવે તેની જવાબદાર સરકાર રહેશે. અમે ગાંધીનાં માર્ગે જ લડાઈ લડશું.

આવતી કાલે 182 MLA અને સાંસદોને ખેડૂતો ફોન કરાશે. આવતી કાલે બધાં જ MLA, સાંસદોને કોલ કરીશું. 7 તારીખે બધાનાં નિવાસસ્થાને પત્ર લઈને જશું. દેવા માફી માટે સહમત છો કે કેમ એવું MLA અને સાંસદોને પૂછીશું.

You might also like