ને હાર્દિક પટેલ ભાવુક થઇને રડી પડ્યો…., જાણો કેમ?

અમદાવાદઃ હાર્દિક છેલ્લાં 7 દિવસથી સતત આમરણાંત ઉપવાસ પર છે ત્યારે મહત્વનું છે કે તેનાં શરીરનાં વજનમાં પણ એકાએક ઘટાડો થયો છે. હાર્દિકનાં વજનમાં એકાએક 6 કિ.ગ્રા. વજનનો ઘટાડો થયો છે.

જો કે હાર્દિક એકાએક જ ભાવુક થઇને રડી પડ્યો છે. ત્યારે મહત્વનું છે કે ગઢડાનાં એસ.પી.સ્વામીએ હાર્દિકને પાણી પિવા માટેનો આગ્રહ કર્યો છે. આ ઉપરાંત ધારાસભ્ય લલિત કગથરાએ પણ હાર્દિકને પાણી પીવા માટેની વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે અનામત અને ખેડૂતોનાં દેવા માફીની માંગ સાથે હાર્દિક પટેલ છેલ્લાં 7 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલ છે. ત્યારે હાર્દિક પટેલનાં વજનમાં પણ 6 કિલોનો ઘટાડો નોંધાયો છે. ઉપવાસનાં પ્રથમ દિવસે જ હાર્દિકનું વજન 77.800 ગ્રામ હતું કે જે ઘટીને હવે 71.900 ગ્રામ થઈ ગયું છે.

મહત્વનું છે કે હાર્દિકે અન્ન સાથે જળનો પણ ત્યાગ કર્યો છે અને બ્લડ અને યુરિનનાં સેમ્પલોને સોલા મેડિકલ ટીમને આપવાનો પણ ઈન્કાર કરી દીધો છે. આ ઉપરાંત હાર્દિક પટેલને નજર કેદ કરાતા હાઈકોર્ટમાં જે અરજી દાખલ થઈ છે તે અરજી પર પણ આજે સુનાવણી હાથ ધરાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે 7 દિવસથી સતત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલનું આજે સવારનાં રોજ મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે છઠ્ઠા દિવસે હાર્દિકનું બ્લડ પ્રેશર અને સુગર એમ બંનેનું લેવલ સામાન્ય જણાયું હતું. પરંતુ હવે હાર્દિકનાં વજનમાં ૬ કિલોનો ઘટાડો થયો છે. ડોકટરનાં જણાવ્યાં મુજબ બુધવારથી જ હાર્દિકનાં શરીરમાં નબળાઈ લાગી રહી હતી.

ત્યારે બે દિવસ પહેલા જ હાર્દિકનાં કિડની, લિવર તેમજ હિમોગ્લોબિનનાં રિપોર્ટ કરવામાં આવ્યાં હતાં. જો કે આ રિપોર્ટ બાદ ડોકટરની ટીમે હાર્દિકને ઉપવાસ છોડીને હોસ્પિટલમાં દાખલ થવાની પણ યોગ્ય સલાહ આપી હતી. હાર્દિક હાલમાં બ્લડ અને યુરિનનાં સેમ્પલોને સોલા મેડિકલ ટીમને આપવાની પણ સ્પષ્ટપણે ના કહી દીધી છે.

જો કે હાર્દિક હોસ્પિટલમાં સારવાર નહીં લે તો તેને શારીરિક નુકસાન થવાની એટલે કે કિડની પર પણ અસર થાય તેવી સંભાવના જરૂરથી સેવાઇ રહી છે. તમને જણાવી દઇએ કે ગુરૂવારે સોલા સિવિલ તરફથી હાર્દિકનાં તમામ રિપોર્ટ આપી દેવામાં આવ્યાં હોવાની પણ માહિતી મળી આવી છે. ગુરૂવારથી જ હાર્દિકે પાણી પીવાનું પણ છોડી દીધું હોવાંથી શક્ય છે કે તેની હાલત વધારે ખરાબ થઈ શકે છે.

You might also like