હાર્દિક પટેલ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો

અમદાવાદઃ વસ્ત્રાલ વોર્ડના ભાજપના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે મોડી રાત્રે પાટીદાર યુવકોનાં ટોળાં સાથે પહોંચી તોડફોડ કરવા મામલે હાર્દિક પટેલ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. કોર્પોરેટરના ઘર પર હુમલા અને રાયોટિંગના કેસમાં હાર્દિક પટેલ આજે સવારે રિક્ષામાં પાટીદારો સાથે ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર થયો હતો. અા લખાય છે ત્યારે બપોરે ૧૨ વાગ્યા સુધી ક્રાઈમબ્રાન્ચમાં અધિકારી અાવ્યા ન હોય હાર્દિકના ધરપકડની કોઈ કાર્યવાહી થઈ ન હતી. શહેરના વસ્ત્રાલ વોર્ડના ભાજપના કોર્પોરેટર પરેશ પટેલ દ્વારા ફેસબુકમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.ઋત્વિજ પટેલનો ફોટો મૂકી ઋત્વિજ પટેલ પાટીદાર છે, ‘મારો ભાઇ છે’ તેવી પોસ્ટ પર વિવા‌િદત કોમેન્ટ કરનાર યુવકની રામોલ પોલીસે ધરપકડ કરી હતી. પાટીદાર યુવકને છોડાવવા ર૦ માર્ચના રોજ મોડીરાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ સહિત પ૦થી વધુ લોકોનું ટોળું પોલીસ સ્ટેશન ગયું હતું.

પરેશ પટેલના કહેવાથી પાટીદાર યુવકની ધરપકડ કરાઇ હોવાનું લાગતા હાર્દિક પટેલ સહિત ૭૦ માણસોનું ટોળુ પરેશ પટેલના ઘરે મોડી રાતે પહોંચી ગયું હતું અને હલ્લાબોલ કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ કોર્પોરેટરના ઘરે પહોંચી ગઇ હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં હાર્દિક પટેલ સહિત ૭૦ લોકો સામે રામોલ પોલીસે રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધ્યો હતો.

ટકા પાટીદારની ધરપકડ પરેશ પટેલના કહેવાથી થઇ હોવાનું માની તેનાં ઘરે પહોંચ્યા હતાં. પરેશ પટેલે હાર્દિક સહિત ૬૦ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે નચિકેત મુખી, પ્રતીક પટેલ, કૌશલ પટેલ, અંક્તિ પટેલ, નિકુંજ પટેલ, સુુથાર મિલન, મનોજ પટેલ, અંક્તિ પટેલ અને કિરણ પટેલ સહિતના ૧૩ પાસના સભ્યોની ધરપકડ કરી હતી. પોલીસ કમિશનરે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોેંપ્યા બાદ હાર્દિક પટેલ વોન્ટેડ હતો. હુમલાના કેસમાં હાજર થવા હાર્દિક પટેલ આજે સવારે રિક્ષામાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા હતો. હાર્દિકની સાથે મોટી સંખ્યામાં પાટીદારો પણ જોડાયા હતા. હાર્દિક પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા પર ખોટા કેસ થયા છે. આંદોલનને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમારું મનોબળ ઓછું નહીં થાય.

http://sambhaavnews.com/

 

You might also like