ઉજ્જેનમાં હાર્દિક પટેલ પર ફેંકાઇ શાહી,જાણો શું થયું

ગુજરાતમાં ચાલતા પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ પર આજરોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક વ્યક્તિએ શાહી ફેંકતા વાતાવરણમાં ગરમાવો ફેલાઇ જવા પામ્યો હતો. આ ઘટના ત્યારે બનવા પામી હતી જ્યારે હાર્દિક પટેલ ઇંન્દોર રોડ પર આવેલ મેઘદૂત હોટલ પર એક કાર્યક્રમ માટે પહોંચ્યા હતા.

જ્યાં તેમના સ્વાગતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે આ ઘટના બનવા પામી હતી.અજાણી વ્યક્તિ દ્વારા ફેંકવામાં આવેલ શાહીના છાંટા હાર્દિક પટેલ નજીક રહેલ વ્યક્તિ પર પણ ઉડ્યા હતા. આ સાથે શાહી ફેંકનારે પટેલને મધ્ય પ્રદેશમાં ઘુસવા નહીં દઇએ તેવા નારા પણ લગાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ ગુર્જર મહાસભા આંદોલનમાં ભાગ લેવા માટે હાર્દિક પટેલ ઉજ્જૈન ગયો હતો. જે દરમિયાન એક શખ્સે તેના પર શાહી ફેંકી હતી. જોકે હાર્દિકના સમર્થકોએ ત્યારબાદ આ યુવકને માર માર્યો હતો અને જે બાદ તેને પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે હાલ આ યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઇએ કે પાટીદાર અગ્રણી હાર્દિક પટેલ હાલ મધ્યપ્રદેશની મુલાકાતે ગયા છે જ્યાં તેમણે પોતાના પિતાને લઇને પણ એક નિવેદન આપતા જણાવેલ કે જો મારા પિતાજી ભાજપમાંથી આગામી સમયમાં કોઇ ચૂંટણી લડે તો તેમને કોઇ મત ના આપતા.

You might also like