હાર્દિક પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે : સરકારો પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ : પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે નર્મદા જિલ્લાની પ્રથમવાર મુલાકાત કરી. હાર્દિકે રાજપીપળાના રાજના જુના એકડા પાટીદાર સમાજ આયોજીત 12માં સમૂહલગ્નમાં હાજરી આપી હતી. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પ્રધાનમંત્રી મોદી પર સીધેસીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પૂતળું આલિયા,માલીયા કે જમાલિયા બનાવે પણ સૌથી મોટી મૂર્તિ તો અમારા બાપની બની રહી છે. સાથે આજે હાર્દિકે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો વિકાસ થઇ શક્યો નથી ત્યારે તમામ સમાજને સાથે રાખીને ચાલવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે ભારત દેશની પરંપરા રહી છે કે લગ્નોત્સવમાં હાજરી આપવી અને આશીર્વાદ આપવા તે માટે આ સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપવા આવ્યો છું. આગામી દિવસોની રાજનીતિ અંગે હાર્દિકે જણાવ્યું કે આ સરકાર જૂઠું બોલનારી અને મોટેથી બોલનારી અને વારંવાર બોલનારી છે અને જે માણસે આઝાદીની અંદર કોઈ સહયોગના આપ્યો હોય તેવા પાસે કોઈ અપેક્ષા નથી.

જાતે લડવાનું છે અને છત્રપતિ શિવાજી કે બિરસમુંદ અને સરદારપટેલની દિશામાં આગળ વધીશું. તેમજ આદિવાસી સમાજને અનામતનો લાભ મળ્યો હોવા છતાં પણ તેમનો વિકાસ થયો નથી. ત્યારે વિકાસ કરવો હશે તો તમામ સમાજને સાથે રાખીને ચાલવું પડશે. સાથે ચૂંટણી લડવાની ઉમર ન હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, 182 ઉમેદવારો ભલે સમાજના ના હોય પણ જ્યારે સમાજની અસ્મિતાનો સવાલ હોય ત્યારે માત્ર 4 ધારાસભ્યો વિધાનસભા ગજવી શકે તેવા નેતાઓની હોવી જરૂર છે.

એક વર્ષના ગુજરાત બહારના વનવાસ પછી પણ ફરી ગુજરાતમાં પુનરાગમન કરનારા હાર્દિક પટેલે ફરી એક વાર ગુજરાત સરકાર અને કેંન્દ્ર સરકારના વડાને લલકાર્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે ફરીવાર ખુલ્લામાં સાચું બોલનારા આ યુવા નેતાને સરકાર કેવે સજા કરે છે.

You might also like