VIDEO: રાજદ્રોહના કેસ મામલે હાર્દિક પટેલ સુરતની કોર્ટમાં રહ્યો હાજર

સુરત: પાસ કન્વીનર હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. ત્યારે હવે હાર્દિક સુરતમાં સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન પંચોને બોલાવવામાં આવ્યા હતા. જોકે પંચો હાજર રહ્યા ન હતા.

આ દરમિયાન હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી કે, કેસમાં જાણી જોઈને જબરદસ્તી કરવામાં આવી રહી છે. ત્યારબાદ હાર્દિકે સરદારના જન્મ સ્થળ કરમસદમાં ચાલી રહેલા આંદોલન અંગે કહ્યુ કે, દિલ્હીમાં પણ સરદાર પટેલનું કોઈ સ્મારક નથી અને સરકારને સ્મારક બનાવવુ જોઈએ.

 

ઉલ્લેખનીય છે કે,કોર્ટ પરિસરમાં હાર્દિક પટેલે ફરીથી ભાજપીઓ વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી આપવાની સાથે સરદારના જન્મસ્થળ કરમસદમાં સરદાર સ્મારકને લઈને ચાલી રહેલા આંદોલન અંગે હાર્દિકે કહ્યું હતું કે, દિલ્હીમાં પણ સરદાર પટેલનું કોઈ સ્મારક નથી ત્યારે સ્મારક બનાવવું જોઈએ. અને અમે આ આંદોલનને સંપૂર્ણ રીતે સપોર્ટ કરી રહ્યાં છીએ.

આપને જણાવી દઇએ કે,આ મામલે હવે હાર્દિક પણ કરમસદ વાસીઓની વહારે આવી રહ્યો છે. આ ઉપરાંત આજે કોર્ટમાં હાર્દિકની 9 મી મેના રોજ હાજર થવાની નવી તારીખ આપવામાં આવી છે આ ઉપરાંત આ કેસમાં હાલ પંચ અને સાક્ષીઓ તપાસવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

You might also like