હાર્દિક પટેલે ત્રણ દિવસ બાદ એસ.પી. સ્વામીના હાથે પાણી પીધું

ખેડૂતોના દેવામાફી અને પાટીદારોને અનામત મુદ્દે લડત ચલાવી રહેલા હાર્દિક પટેલનો આજે ઉપવાસ આઠમો દિવસ હતો. જેમાં છેલ્લા ત્રણ દિવસથી હાર્દિકે પાણીનો ત્યાગ પણ કરી દીધો હતો.

પરંતુ આજરોજ એસપી સ્વામીએ પાણીનો આગ્રહ કર્યો હતો. જેની વાત હાર્દિક પટેલે માની લીધી હતી. આમ હાર્દિકે છેલ્લા ત્રણ દિવસ એસ.પી. સ્વામીના હાથે પાણ પીધું છે.

એસ.પી. સ્વામી પાણી પીવડાવ્યા બાદ જણાવ્યું કે હાર્દિક અન્ન ગ્રહણ ન કરવા મક્કમ છે. હાર્દિક સાધુ-સંતોની ભાવના જોઇ ભાવુક થઇ ગયો.

You might also like