નીતિન પટેલની સભામાં પણ શાહવાળી થશે : હાર્દિકની સરકારને ચીમકી

અમદાવાદ : હાર્દિક પટેલ હાઇકોર્ટના આદેશ મુજબ છઠ્ઠા ગુરૂવારે ક્રાઇમ બ્રાન્ચમાં ઓફિસમાં હાજર થયો હતો. જ્યાં તેમણે મીડિયા સાથે ખાસ વાતચિત પણ કરી હતી, અને અલગ અલગ મુદ્દા પર હાર્દિકે નિવેદન આપ્યા હતાં. સાથે જ ભાજપની સરકારને આડ હાથ લઇ આકરા પ્રહાર કર્યા હતાં. આ સાથે જ હાર્દિક પટેલે સરકારને ચીમકી પણ આપી હતી.

હાઇકોર્ટના આદેશ મુજબ હાર્દિક પટેલ સુરતની ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો, અને ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી પુર્ણ કરી હતી. ત્યારે હાર્દિક પટેલે કહ્યું કે સરકાર દ્વારા પાટીદારોમાં ભાગલા પડાવવાની કોશિષ કરવામાં આવી રહી છે, અને ઉતરગુજરાતી, સૌરાષ્ટ્ર, લેઉઆ કડવાના નામે સરકાર ભાગલા પાડવાની રાજનીતિ કરી રહી છે. જેથી હાર્દિકે કહ્યું કે સુરતમાં અમિત શાહની સભામાં જે રીતે ધમાલ મચી હતી તેવી ધમાલ નીતિનભાઈની સભામાં મચશે. સાથે જ હાર્દિકે કહ્યું કે, 4 તારીખે ઉતરગુજરાતીના નામે જે સંમેલન થવાનું છે. તેમાં પણ ભાગવા પાડવાની રાજનીતિ દેખાઈ રહી છે. જેનો પાટીદારો વિરોધ કરશે.

તો સરકારી વકીલ દ્વારા હાર્દિકની ધરપકડની વોરંટની અરજી કરવા અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, હું બધે હાજર રહી શકતો નથી. અમારા વકીલ હોય છે. પરંતુ મારા વિરુધ્ધ કોર્ટમાં જે રીતે સરકારી વકીલે અરજી કરી છે તે જોતા લાગે છે કે, સરકાર ફરીથી કાયદાના સકંજામાં લેવાનું આયોજન કરી રહી છે. અને ફરીથી ધરપકડ થાય તેવા નિર્દેશો મળી રહ્યાં છે.

હાર્દિક આગામી સમયમાં યોગીચોક ખાતે સભાનું આયોજન કરવાનું નક્કી થયું છે. સરકાર દ્વારા પરમીશન આપવામાં આવશે. તો સભા કરીશું તેમ પણ જણાવ્યું હતું. આમ જો ભાજપ સરકાર સમાજહિતની વાત કરશે તો તેની સાથે રહીશું તેમ હાર્દિકે પટેલે જણાવ્યુ હતું. આમ આગામી સમયમાં સરકાર દ્વારા યોજનાર સંમેલનમાં પાટીદારોને વિરોધ કરવાના છે તે તો ચોક્કસ છે પણ આ વિરોધનું પરિણામ શું આવે છે તે તો આવનાર સમય જ બતાવશે.

You might also like