ગુજરાતનાં ઘરે ઘરે હાર્દિક પેદા થશે, ખેડૂતને મજબૂર ન કરોઃ મનોજ પનારા

હાર્દિકનાં આમરણાંત ઉપવાસ મામલે PAAS કન્વીનર મનોજ પનારાએ પત્રકાર પરીષદ યોજીને આ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, સરકારને વાર્તાલાપ કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. 24 કલાક બાદ પણ સરકારને વાત કરવાનો સમય નથી. સરકારને હાર્દિકનાં સ્વાસ્થ્યની ચિંતા જ નથી. સરકાર લોકોને ગુમરાહ કરી રહી છે. હાર્દિક પટેલે ફરીથી જળત્યાગ કર્યો.

આ સરકાર પાસે પાટીદારો પાસે વાત કરવાનો સમય જ નથી. સરકારને આપેલો 24 કલાકનો સમય પણ પૂર્ણ થઇ ગયો. હાર્દિકને કોંગ્રેસી કહીને ભાજપે પાટીદાર દ્રોહ કર્યો. ગુજરાતનાં ઘરે ઘરે હાર્દિક પટેલ પેદા થશે. ખેડૂતને વધુ મજબૂર ન કરો. ગુજરાતની સરકાર જાણી જોઈને વાટાઘાટો નથી કરી રહી. PAASનાં આગેવાનોને ફરી જેલ ભેગા કરવા સરકારનું ષડયંત્ર છે. હાર્દિકને વધુમાં વધુ જેલમાં રાખવાનું ષડયંત્ર છે.

ગરીબોનાં પ્રશ્નો કોઈ ન ઉઠાવે તેવી સ્થિતિ સરકાર ઉભી કરી રહી છે. જ્યાં સુધી અમારી માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી જળત્યાગ યથાવત રહેશે. હાર્દિકને હોસ્પિટલાઇઝ કરો તો અમારો ડોક્ટર સાથે રાખો. જો હાર્દિકને હોસ્પિટલાઈઝ કરશો તો અમારા ડોક્ટરને સાથે રાખવો પડશે. આખુંય આંદોલન ગાંધી ચીંધ્યા માર્ગે થઈ રહ્યું છે. નરેશ પટેલની પહેલને અમે સ્વીકારીએ છીએ. હાર્દિકને પરાણે હોસ્પિટલાઈઝ કરવાનું ષડયંત્ર છે. નરેશભાઇ મધ્યસ્થી અમને સ્વીકાર્ય છે.

નરેશ પટેલની મધ્યસ્થી માટે PAAS તૈયાર છે. નરેશ પટેલની મધ્યસ્થીથી અમને કોઇ જ વાંધો નથી. સરકાર એમની સાથે મંત્રણા કરે તે જરૂરી છે. અમને નરેશ પટેલ સાથે વાત કરવામાં કોઇ જ સંકોચ નથી. સમય આવશે ત્યારે નરેશભાઇ સાથે અમે વાત કરીશું. નરેશ પટેલની મધ્યસ્થીથી સુખદ અંત આવી શકે છે.

ભાજપ સરકારે બીજા રાજ્યોમાં ખેડૂતોનાં દેવા માફ કર્યા છે. ભૂતકાળમાં અનેક રાજ્યોમાં ભાજપે દેવામાફીનાં વચનો પણ આપ્યાં છે. ગુજરાતમાં 25 વર્ષથી ભાજપ શાસનમાં છે તો ખેડૂતોનાં દેવા માફ કેમ ન કરી શકે. જીતુ વાઘાણી મુદ્દાને ડાયવર્ટ કરી રહ્યાં છે.

Dhruv Brahmbhatt

Recent Posts

જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે…

13 hours ago

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

13 hours ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

15 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

15 hours ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

15 hours ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

15 hours ago