કોંગ્રેસને સમર્થન આપવાના નિવેદન બાદ સુરત-ભાવનગરમાં હાર્દિકનો વિરોધ

કોગ્રેસને સમર્થન આપવાના હાર્દિક પટેલના નિવેદન બાદ પાટીદારો દ્રારા સતત તેનો વિરોધ કરવામા આવી રહ્યો છે. પહેલા સુરતમાં તેનો વિરોધ કરાયો હતો અને હવે ભાવનગરમાં પણ હાર્દિકનો પાટીદાર સમાજ દ્રારા રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામા આવ્યો છે.

ભાવનગરમાં સૂત્રોચ્ચાર અને વિરોધની સાથે સાથે હાર્દિકના પૂતળાનું દહન કરવામા આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા PAASના આગેવાનો ઘોઘા પોલીસ સ્ટેશન પહોંચી પૂતળા દહન કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે અનામતની માંગણી સાથે આંદોલન કરનાર હાર્દિક પટેલે રાજકારણમાં પ્રવેશ કરવા પાટીદાર સમાજને હાથિયાર બનાવી પાટીદાર સમાજના લોકો સાથે વિશ્વાસઘાત કરતાં અને કોંગ્રેસને સમર્થન આપતા પાટીદાર સમાજના લોકોમા રોષ જોવા મળ્યો હતો.

કોંગ્રેસને સમર્થન આપનારા પાસના કન્વીનર હાર્દિક પટેલના આજે ભાવનગરનાં પાટીદાર યુવકોએ શહેરનાં ઘોઘા ગેટ ચોકમાં પુતળાનું દહન કર્યું હતું. પાટીદાર સમાજ માટે અનામતની માંગણી કરનાર હાર્દિક પટેલ સામે હવે પાટીદારનું જ એક જૂથ મેદાને પડ્યું છે. જો કે પાસ દ્વારા ફરિયાદ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

કોગ્રેસને સમર્થન આપવાના હાર્દિક પટેલના નિવેદન બાદ ગુજરાતમાં પાટીદારો દ્વારા વિરોધનો વંટોળ ઉભો થયો છે. આ તરફ સુરતમાં પાટીદાર યુવકોમાં ભારે રોષ ફેલાયો હતો. હીરાબાગ વિસ્તારમાં પાટીદાર ટોપી પહેરેલા કેટલાંક યુવકોએ હાર્દિકના પૂતળાનું દહન કર્યું હતું. આ યુવાનોએ પણ હાર્દિક વિરોધી નારા લગાવ્યા હતા.

You might also like