ચૂંટણી નિષ્પક્ષ હશે તો અહંકારીઓનું શાસન ખતમ થશેઃ હાર્દિક

ગુજરાતઃ PAAS નેતા હાર્દિક પટેલે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં અને સોમનાથ મહાદેવ આગળ શિશ ઝુકાવી કમલ અર્પણ કર્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે,”જો ચૂંટણી નિષ્પક્ષ હશે તો અહંકારીઓનું શાસન ખતમ થશે અને નવા ગુજરાતનું નિર્માણ થશે.” આ સાથે જ હાર્દિક પટેલે EVM હેક થઈ શકે છે તેવી વાતને પુનઃ દોહરાવી હતી.

ભાજપનું નામ લીધા વિના હાર્દિકે કહ્યું કે,”રાવણનું મૃત્યુ તેની નાભિમાં હતું તેવી જ રીતે દેશમાં એવું રાજ્ય છે જ્યાં જે પાર્ટીની હાર થાય તેનો સમગ્ર દેશમાં સફાયો થાય છે.” જો કે હાર્દિક પટેલે કેલ્ક્યુલેટર અને એટીએમ હેક થવાનું ઉદાહરણ આપી ઈવીએમ પણ હેક થવાની આશંકા દર્શાવી

ઉલ્લેખનીય છે કે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે થોડા દિવસ પહેલા સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી વિજય ભવનાં આશીર્વાદ લીધાં હતાં તો મત ગણતરીનાં એક દિવસ પહેલા હાર્દિક પટેલે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી હનકારીયોની સરકાર હારે તેવી પ્રાર્થના કરી હતી.

You might also like