હાર્દિક પટેલ અને તેના સમર્થકોની પ્રતિક ઉપવાસ પહેલા કરાઇ અટકાયત

એક દિવસીય ઉપવાસના મામલે નિકોલ જવા રવાના થતાં પહેલા જ હાર્દિક પટેલ અને તેના સમર્થકોની અટકાયત કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલ સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જો કે હાર્દિક પટેલની અટકાયત સમયે સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં 200થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે.

પાસ કન્વિનર હાર્દિક પટેલ આજે નિકોલમાં એક દિવસીય ઉપવાસ કરવા જઇ રહ્યો છે ત્યારે તેને નિવેદન આપ્યું છે કે અમારા 130 આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી છે. હું નિકોલ જઇ તો પરિસ્થિતિ ખરાબ થશે, હુ મારા ઘરે જ પ્રતિક ઉપવાસ પર બેસીશ. ઉપવાસ કરતાં પોલીસ રોકી ન શકે. ઉપવાસ બંધારણના પ્રમાણે કરવામાં આવી રહ્યાં છે.

પાસ કન્વિનર હાર્દિક પટેલ આજે નિકોલમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ કરશે. હાર્દિક પટેલ 25 ઓગસ્ટના ઉપવાસ માટે AMC દ્વારા ગ્રાઉન્ડ ન ફાળવાતા આજે પ્રતિક ઉપવાસ કરી તેનો વિરોધ કરશે. હાર્દિક પટેલ અને પાસ દ્વારા 25મીથી શરૂ થતા આમરણાંત ઉપવાસ માટે નીકોલમાં આવેલા ચાર જુદા-જુદા ગ્રાઉન્ડમાંથી કોઈ એક ગ્રાઉન્ડની માગ કરવામાં આવી હતી.

પરંતુ AMCએ તે ચારેય ગ્રાઉન્ડને પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે. જેને લઇને એકપણ મેદાન માટે પરવાનગી આપવામાં આવી નથી. આમ મ્યુનિસિપલ દ્વાર પરવાનગી નહી આપવાને લઈને પાસ અને પાટીદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક અહેવાલ મુજબ હાર્દિક પટેલ દ્વારા એક દિવસના ઉપવાસ માટે પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી નથી. આમ મંજૂરી વગર કરવામાં આવી રહેલા એક દિવસીય આંદોલનને રોકવા ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

You might also like